કાલોલ પોલીસ દ્વારા જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને જુગાર ધારા તથા જાહેરનામા ભંગ બદલ ઝડપી પાડ્યા

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઇ એમ.એલ ડામોર તથા પીએસઆઇ એલ.એ પરમાર પોલીસ સ્ટાફ સાથે ગુરુવારે રાત્રે પેટ્રોલીંગ માં હતા ત્યારે તેઓ સણસોલી ગામે પહોંચ્યા હતા જ્યાં ખાનગી બાતમીદાર તરફથી બાતમી મળી કે સણસોલી નજીક પાની મુવાડી ગામમાં કેટલાક ઇસમો જાહેરમાં ખુલ્લા રોડ પર પાના પતા થી હારજીતનો જુગાર રમે છે જે આધારે પોલીસે નજીકમાંથી પંચો બોલાવી બાતમી વાળા સ્થળે રેડ કરતા કેટલાક કિસ્સામાં ગોળ કુંડાળું કરીને સ્ટ્રીટલાઇટના અજ્વાળામાં હારજીતનો જુગાર રમતા પોલીસને જોઇને નાસભાગ કરી હતી પોલીસે દોડી ને જગ્યા કોર્ડન કરી ચાર ઇસમોને ઝડપી પાડેલા.(૧) નરવતસિંહ વખત સિંહ રાઠોડ ખડકી ફળીયુ ડેસર.(૨) નટવરસિંહ પર્વતસિંહ રાઠોડ રે વાંસીયા ભાટીયા વાળુ ફળીયુ તાલુકો ડેસર ( ૩)દિલીપસિંહ રૂમાલ સિંહ રાઠોડ રે પાની મુવાડી સણસોલી (૪) અજીત ભાઈ કોયા ભાઈ વાસીયા ફળીયુ ડેસર ને ઝડપી પાડી દાવ પરના રૂ.૫૭૦/ તથા અંગઝડતી માંથી રૂ ૨,૬૪૦/ તથા બે મોબાઇલ રૂ ૨,૦૦૦/અને એક મોટરસાયકલ રૂ.૨૦,૦૦૦/ મળી કુલ રૂ ૨૫,૨૧૦/નો મુદ્દામાલ ઝડપી પાડી કોરોના જેવી વૈશ્વિક મહામારી માં જાહેરનામાનો ભંગ કરી ટોળે વળી જુગાર રમવા બદલ જુગાર ધારા ની કલમ ૧૨ અને જાહેરનામા ભંગની કલમ ૧૮૮ મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here