કાલોલ નગરમાં યુવા વૈષ્ણવાચાર્યનું આગમનમાં દાન લીલા મનોરથ દર્શન એવમ્ સમસ્ત વૈષ્ણવ સમાજના પાઠમા્ં ખાસ ઉપસ્થિત રહિ વૈષ્ણવોને કૄતાથ કરશે

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

કાલોલ નગરમાં યુવા વૈષ્ણવાચાર્ય પ. પુ. પા. ગૌ. ૧૦૮ અભિષેકલાલજી મહારાજ ના આગમન ની મંગળ વધાઈ ના કાયૅક્રમ ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કાલોલની ગોવર્ધનનાથજી મંદિર ની હવેલી ખાતે બુધવારે દાન લીલા અને ઈન્દિરા એકાદશી સત્સંગ સત્ર મહાદાન મનોરથ ના ભવ્ય દર્શન યોજાવવાના છે. જે અંતર્ગત બુધવાર ના દીવસે સમસ્ત વૈષ્ણવ સમાજ ના પાઠ માં ખાસ ઉપસ્થિત રહી સમસ્ત વૈષ્ણવ સમાજ ને વચનામૃત નો લાભ લેવડાવશે.આ કાયૅક્રમ અંતર્ગત કાલોલ વૈષ્ણવ સમાજ દ્વારા સમસ્ત વૈષ્ણવ સમાજ ને હરિ ,ગુરુ અને વૈષ્ણવ ના ત્રિવેણી સંગમ ના અલૌકીક અવસર નું રસપાન કરવા સૌને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યા છે.સમસ્ત વૈષ્ણવ સમાજ ને જણાવ્યું હતું કે શ્રી ગોવર્ધનનાથજી હવેલી કાલોલ ખાતે પ.પુ.પા ગો.૧૦૮ અભિષેકલાલજી મહારાજ ની આજ્ઞા એવમ માર્ગદર્શન હેઠળ સંચાલિત “પુષ્ટિ સંસ્કાર એકેડમી” નો પ્રારંભ થાય છે. જેમા દરેક વૈષ્ણવોએ પોતાના ૬ થી ૧૮ વષૅ સુધીના બાળકો ને લાભ લેવડાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. જેમાં”પુષ્ટિ સંસ્કાર એકેડમી ” માં એડમીશન નિશુલ્ક રાખવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here