સિદ્ધપુરમાં સિનિયર સિટીઝનોને આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં પડતી હાલાકીઓ બાબતે ઉચ્ચ કક્ષાએ લેખિત રજુઆત કરાઈ

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિનિયર સિટીઝનો ની હાલાકીઓ નિવારવા સેન્ટર ઉપર આઈરીશ મશીન ની સુવિધા ઉભી કરવા મુખ્ય મંત્રી સહિત આરોગ્ય સચિવ,પાટણ કલેકટર, ડીડીઓ,સીડીએચઓ, સિદ્ધપુર પ્રાંત અધિકારી અને ટીએચઓને રજુઆત કરાઈ…

સિદ્ધપુરમાં આયુષ્યમાન ભારત યોજના ના કાર્ડ બનાવવા જનાર સિનિયર સીટીઝનઓને પડતી હાલાકીઓ સહિત કર્મચારીઓ દ્વારા અપાતા ઉડાઉ અને ઉદ્ધત જવાબો થી કંટાળી એક જાગૃત નાગરિક દ્વારા સિદ્ધપુર ટીએચઓ થી માંડી મુખ્યમંત્રી સુધી અલગ-અલગ સાત જગ્યા એ લેખિત રજુઆત કરી હોવાનું જાણવા મળેલ છે.
ભારત અને ગુજરાત સરકાર દ્વારા સામાજિક અને આર્થિક સર્વેક્ષણ હેઠળ ના ગરીબો ને મફત આરોગ્યલક્ષી સુવિધાઓ લેવા આયુષ્યમાન કાર્ડ નો લાભ લેવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે. ખુદ વડાપ્રધાન સહિતના નેતાઓએ કેન્દ્રની આયુષ્ય માન ભારત યોજના નાગરિકો માટે ફાયદાકારક અને આશીર્વાદસમાન હોઈ તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો છે.પરંતુ અચરજની બાબત તો એ છે કે સિદ્ધપુર શહેર માં આ યોજના ના કાર્ડ બનાવવા જનારા લાભાર્થીઓ તેમાંય ખાસ કરીને સિનિયર સિટીઝનોને પડતી હાલાકી ઓને સાંભળનાર કોઈ નથી ! સિદ્ધપુર માં સિનિયર સીટીઝન સહિતના વૃદ્ધ લોકો ના અંગુઠા ઉંમરના કારણે કેપ્ચર થતા હોતા નથી.આવા વૃદ્ધ લોકો કે જેઓ જાતે હાલી-ચાલી પણ શકતા ના હોય તેવા ઉંમરલાયક અશક્ત વૃદ્ધ લાભાર્થીઓને કાર્ડ બનાવવા મહામુસીબતે સેન્ટર સુધી લઈ જવાતા હોય છે ત્યારે તેઓના અંગુઠા કેપ્ચર થતા ના હોવાથી તેઓને કલાકો સુધી રાહ જોવી પડતી હોય છે.આથી તેઓને અનેક હાલાકીઓ સહન કરવી પડતી હોય છે.જે લાભાર્થીઓના અંગુઠા કેપ્ચર થવામાં તકલીફ થતી હોય તે લોકો માટે સિદ્ધપુર ના એક પણ સેન્ટર પર કોન્ટ્રાકટર દ્વારા આઈરીશ મશીન ની સગવડ કરવામાં આવી નથી.આથી લાભાર્થી ઓને પડતી હાલાકીઓ બાબતે રજુઆત કરાતા હાજર કર્મીઓ દ્વારા “થાય તે કરી લો..” “પાટણ લઈ જાઓ..” જેવા ઉડાઉ અને ઉદ્ધત જવાબો અપાતા હોવાની રજુઆત કરાઈ છે.આથી શહેર ના દરેક સેન્ટર પર આઈરીશ મશીન ની સુવિધા ઉભી કરવા સિદ્ધપુર ના સંજયભાઈ ડી.ઠાકર એ મુ.મંત્રી, આરોગ્ય સચિવ,પાટણ કલેકટર,ડીડીઓ,
સીડીએચઓ,સિદ્ધપુર પ્રાંત
અધિકારી સહિત ટીએચઓને ઈ મેઈલ કરી ધારદાર રજુઆત કરી હોવાનું જાણવા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here