કાલોલ તાલુકા સુલતાનપુરામાં બે ભેંસ પર વીજળી પડતાં મરણ પામી… તાલુકા વિકાસ અધિકારી દ્વારા પશુચિકિત્સક એ નક્કી કર્યા પ્રમાણે બંન્ને ભેંસોની ૪૧ હજાર રૂપિયાની કિંમતનો ચેક તૈયાર કરવામાં આવ્યો…

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલ તાલુકાના કરોલી સુલતાનપુરા ગામના રહીશ ધર્મેન્દ્રકુમાર નટવરભાઈ ચાવડા દુધાળા પશુ રાખી પોતાનો ઘરનું ભરણ પોશન કરતાં હતાં. પરંતુ અચાનક કુદરતી ચક્રરમાં ફેરફાર તથા 30 ઓગસ્ટ ના રોજ  વરસાદ અને વીજળીના ચમકારા થતાં સવારે બે ના સમયે અચાનક ધર્મેન્દ્રકુમાર ચાવડા ની બહાર બાંધેલ  બે ભેંસ પર વીજળી પડતાં આપતિ આવી પડી હતી. જોકે કુદરતી આપતિને કારણે મરણ ગયેલ બે ભેંસની જાન ગ્રામ પંચાયત ને કરવામાં આવી હતી.જોકે સરકાર ના નિયમો અનુસાર કુદરતી આપતિથી મૃત્યુ પામનાર પશુઓ માટેની સહાયના કિસ્સામાં સરકાર તરફ થી 30  હજાર રૂપિયા ની સહાયની જોગવાઇ કરી છે. કુદરતી આપત્તિમાં મરણ પામેલ પશુની પશુ ચિકિત્સક દ્વારા પોસ મટન કરી તેની કિંમત નક્કી કરવામાં આવતી હોય છે.જેના કારણે પશુ ચિકિત્સકે નક્કી કરેલ કિંમત પ્રમાણે એક ભેંસ ની 20,000 રૂપિયા તેમજ બીજી  21,000 રૂપિયા એમ બે ભેંસ ની કિંમત નક્કી કરવામાં આવી હતી. જેની સંપૂર્ણ તપાસ ગ્રામ પંચાયતના સરપંચ તલાટીએ રિપોર્ટ કરી તાલુકા વિકાસ અધિકારીને રજુ કર્યો હતો. કાલોલ તાલુકા વિકાસ અધિકારીએ સરકારની  જોગવાઈ પ્રમાણે રિપોર્ટને જિલ્લાની જિલ્લા વિકાસ અધિકારીને ગોધરા ડિઝાસ્ટર શાખાને તેમજ નાયબ પશુપાલક ઇજનેરને રિપોર્ટની નકલ રવાના કરી હતી. જેને નાયબ પશુ પાલક ઇજનેર દ્વારા તાલુકા વિકાસ અધિકારીના રજુ કરેલ જવાબ પંચકયાસ ને આધારે પશુપાલકને સરકારની યોજના પ્રમાણે નક્કી કરેલ સહાય  આપવા માટેનો હુકમ કાલોલ તાલુકા પંચાયતને કરવામાં આવ્યો હતો. તાલુકા વિકાસ અધિકારીએ તાત્કાલિકપણે પશુચિકિત્સક એ નક્કી કર્યા પ્રમાણે બંન્ને ભેંસોની ૪૧ હજાર રૂપિયાની કિંમતનો ચેક તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે  સહાયનો ચેક 127 વિધાનસભાના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ તાલુકા પ્રમુખ જયદેવસિંહ ઠાકોર, ઉપ-પ્રમુખ વિજયસિંહ રાઠોડ  ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ નરેન્દ્ર સિંહ ગોહિલ મંડળના મહામંત્રી કિરણસિંહ  સોલંકી સમક્ષ પશુપાલકને સુપ્રત કરવામાં આવ્યો હતો. કોરોના મહામારીની  આર્થિક કટોકટીમાં કુદરતી આફતને કારણે નુકશાન પામેલ પશુપાલકને સરકારની સહાય મળતાં  ખુશીનો માહોલ સર્જાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here