આત્મા પ્રોજેક્ટ કચેરી દ્વારા ઓડિયો કોન્ફરન્સ મારફતે ખેડૂતોને પશુપાલન સંબંધિત માર્ગદર્શન અપાયું

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :

કોરોના મહામારી વચ્ચે રોગપ્રતિકારક શક્તિ વધારે તેવા પોષક આહાર દુધના મહત્વ માટે આવશ્યક એવા આદર્શ પશુપાલન વિષયને આવરી લઇ આત્મા પ્રોજેક્ટ, પંચમહાલ ધ્વારા આજે રીલાયન્સ ફાઉન્ડેશનના સાથ સહકારથી ઓડીયો કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં પંચમહાલ જીલ્લાના વિવિધ તાલુકાઓના ૩૦૪ ફાર્મરફ્રેન્ડ/ખેડુતમિત્રો મારફતે ૧૫૨૦ પશુપાલન કરતા ખેડુત ભાઇઓ/બહેનો જોડે ડૉ.એ.એસ.પટેલ, જનરલ મેનેજર સાબર ડેરી,સાબરકાંઠા પશુપાલન વિભાગ, પ્રોજેક્ટ ડાયરેક્ટર- આત્મા પ્રોજેક્ટ, પંચમહાલ, શ્રી એ.આઇ.પઠાણ અને ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી યોગેશ જી.પટેલ પંચમહાલ ધ્વારા “ આદર્શ પશુપાલન” વિષય ઉપર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.આ સાથે ગુજરાત સરકાર ધ્વારા સંપુર્ણ પ્રાકૃતિક ખેતી કરતા દરેક ખેડુત કુટુંબને એક દેશી ગાયના નિભાવ ખર્ચ માટે ૯૦૦/- રૂ. પ્રતિ માસ એટલે વાર્ષિક ૧૦,૮૦૦/- રૂ. રકમ સરકારશ્રી ધ્વારા મળવા પાત્ર છે તે યોજનાની પણ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પશુપાલનને લગતા રહેઠાણ,રોગ, જીવાત, સ્વચ્છ દુધ ઉત્પાદન, મિનરલ મિક્સર વગેરે જેવા મૂંઝવતા પ્રશ્ર્નોની ચર્ચા કરી નિરાકરણ ઓડીયો કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here