કાલોલ તાલુકાના એક ગામમાં સહશિક્ષક દ્વારા શિક્ષિકાની છેડતી કરાતા પોલીસ ફરિયાદ

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી શિક્ષિકા તથા અન્ય એક શિક્ષિકા ની તેઓ શાળામાં ફરજ બજાવતો એક શિક્ષક દ્વારા આજથી દોઢેક વર્ષ પહેલા શાળા સમય દરમિયાન અવારનવાર છેડતી કરતો પીછો કરતો આ શિક્ષિકાઓ બાથરૂમમાં જાય તે વખતે તેઓ નો પીછો કરી હેરાન ગતિ કરતો વર્ગખંડની બારી પાસે આવી ટગર ટગર જોયા કરતો અને શિક્ષિકા ના મોબાઈલ ઉપર ખોટા મેસેજ મોકલતો શાળામાં કામ દરમિયાન યોગ્ય રીતે કામ કરતા નથી એવું જાહેરમાં કહી ને હેરાન કરતો અને એમ કરતા અટકાવતા શિક્ષિકા ની પાછળ દફતર લઈને મારવા દોડેલો અને ગંદી ગાળો બોલેલ જે બાબતે તે જ સમયે શિક્ષિકાએ પોલીસ ફરિયાદ કરવા માટે લેખિતમાં અરજી આપેલ પરંતુ આગેવાનોની સમજાવટથી પોતાની ખોટી છાપ ઊભી થાય શાળાની છાપ ખરડાય તે કારણે તે સમયે ફરીયાદ આપેલ નહોતી. અત્રે ઉલ્લેખનીય છે કે જે તે સમયે આ છેડતી ના બનાવ બાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સદર શિક્ષકની બદલી અન્ય શાળામાં કરી દેવામાં આવેલી અને આ બદલીને પ્રાથમિક શિક્ષણ સચિવ દ્વારા બહાલી પણ આપી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે તેમ છતાં છેડતી કરનાર શિક્ષક પોતાને અન્યાય થયો છે તેવી રજુઆતો કરી રહ્યો છે.બીજી તરફ મુખ્યમંત્રી કાર્યાલય સુધી આ બાબતની રજૂઆત પણ થઇ હોવાનું જાણવા મળ્યું છે વેજલપુર પોલીસે છેડતી કરનાર શિક્ષક ઇસહાક અહમદ હુસૈન શિકારી રે.મેંદો પ્લોટ અબુબક્ર કોલોની મુ ગોધરા વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર બાબત કાલોલ તાલુકા અને પંચમહાલ જિલ્લામાં પુનઃ ચર્ચાનો વિષય બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here