કાલોલ ગોમા નદીના પટ પર ખાણ ખનીજ વિભાગનો દરોડો…એક જેસીબી એક ટ્રક ચાર ટ્રેક્ટર સહિત કુલ 55 લાખનો મુદ્દામાલ જપ્ત

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલ નગરમાં આવેલ શિશુ મંદિર ની પાછળ ગોમાં નદીમાં થી ગેરકાયદેસર રીતે લીઝ પરમીટ વગર ભૂમાફિયાઓ દ્વારા રેતીનુ ખનન મોટા પ્રમાણમાં ચાલતું હતું જેથી રેડ કરતાં કલેકટર શ્રી પંચમહાલ પોલીસ અધિક્ષક પંચમહાલ અને ભૂષણ શાસ્ત્રી પંચમહાલની ખાણ ખનીજ કચેરી ગોધરા અને કાલોલ પોલીસ સ્ટેશનની સંયુક્ત રેડ દરમિયાન મોજે ઘોડા ગામની સીમમાં ગોમાં નદી પટ પર શાદી રેતી ખનીજના બિન અધિકૃત ખોદકામ વાહન અંગેનું ફરિયાદ અનુએ સંયુક્ત રેડ કરતા એક જેસીબી એક્સ્યુ વિટર મશીન એક ટ્રક અને ચાર ટેકટર પકડી કુલ રૂપિયા ૫૫ લાખનો મુદ્દામાલ કબજે કરી કલેકટર કચેરી ગોધરા ખાતે સિજ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને આગળની દંડની રકમની કાર્યવાહી ચાલુ રાખવામાં આવેલ છે.ઉલ્લેખનીય છે કે કાલોલ નદીના પટમાંથી હજારો ટન રેતી કાઢી રોયલ્ટીભર્યા વગર હેરાફેરી કરતા ખાણ-ખનિજ માફિયાઓ ગેરકાયદેસર ખનન ચોરી કરતા રહે છે.
સરકારી તંત્રને ગાંઠતા નથી.કાલોલ ગોમાં નદી માથી રોયલ્ટી કે પરમિટ વગર ખનિજ સંપત્તિની હેરાફેરી કરે છે કે ગોરખધંધા આચરે છે .સરકારી પ્રતિનિધિઓ તેમજ લોકલ પોલીસ સાથે ખાણ-ખનિજ માફિયાઓનો ઘરોબો હોઇ ગોરખધંધા જારી છે. કાલોલ ગોમા નદી વિસ્તારમાં બેફામ બનેલા ખાણ-ખનિજ માફિયાઓ રોજ રેતી ખનન
ચોરી કરી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડે છે.
તેમજ કાલોલ ગોમાં નદીમાં ઘણા સમયથી ભૂમાફિયાઓ રાત દિવસ મોટા પ્રમાણમાં રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે.ગોમાં નદીમાં ઢેર ઢેર મોટા મોટા ખાડા કરી બેખોફ ખનીજ માફિયાઓ બાપદાદાની જાગીર સમજી ધોળા દિવસેના ઉજવારે ના સમય માં પણ બિન્દાસ ખનન ચોરી કરતા હોય છે.તેઓને અંકુશમાં લેવા માટે હાલ જો એક્શનમાં આવી ખનીજ વિભાગની ટીમ રેડ પાડી રહી છે તે યથાવત રહે તો ખાણ-ખનિજ માફિયાઓના ગોરખધંધાના શટર પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here