કાલોલમાં કોરોનાના કહેર વચ્ચે રાત્રિના સમયે કારણ વગર રખડતા લોકો પર પોલીસની લાલ આંખ તો ક્યાંક મહેરબાન…

કાલોલ,(પંચમહાલ )
મુસ્તુફા મિરઝા

કોરોનાની મહામારીમાં વહીવટી તંત્ર દ્વારા અને સરકાર દ્વારા રાત્રિના નવ પછી ઘરની બહાર નિકળવા પર પ્રતિબંધ મૂકેલો છે ત્યારે કાલોલ નગરમાં હાલમાં કૂદકે ને ભૂસકે કોરોનાના કેસ વધતા જાય છે ત્યારે રાત્રિના નવ પછી કારણ વગર ઘરની બહાર નીકળતા તત્ત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે અને જાહેરનામા ભંગના ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવાનું શરૂ કરેલ છે આ ઉપરાંત માસ્ક વગર પણ જાહેર સ્થળોએ ફરતા લોકો સામે પોલીસે કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે રવિવારે સડક ફળિયા વિસ્તારમાંથી બે ઇસમોને તથા સોમવારે આંગણવાડી વિસ્તારમાંથી એક ઈસમને રાત્રિના નવ વાગ્યા બાદ કારણ વગર આંટાફેરા મારતા ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત કાલોલ નગરના ચોક્કસ વિસ્તારમાં રાત્રિના નવ વાગ્યા બાદ પણ પોતાના ધંધા-રોજગાર ચાલુ રાખનાર ઈસમો સામે કાલોલ પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી લોકોની માગણી છે. કાલોલ કોર્ટ અને તેની આસપાસ તંબુ બાંધી મોડી રાત સુધી નોનવેજની રેકડીઓ ચલાવતા કેટલાક ઇસમો સામે હજી સુધી કાયદેસરની કાર્યવાહી કેમ હાથ ધરાતી નથી આ લોકો કોની મહેરબાનીથી મોડી રાત સુધી પોતાની દુકાનો ચાલુ રાખી રહ્યા છે તેવો પ્રશ્ન સ્વાભાવિક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here