વડોદરા ખાતે ચોરીના શકમંદ આરોપીના કષ્ટોડીયલ મોત મામલે ACP ને સોંપાઈ તપાસ…

વડોદરા,
આશિક પઠાણ
,(રાજપીપલા)

ફતેગંજ પોલીસ મથકના કર્મીઓ સામે હત્યાનો ગુન્હો નોંધાયો

વડોદરાના ફતેગંજ પોલીસ મથકમા ચોરીના ગુનાના શકમંદ આરોપીને ફતેગંજ પોલીસે ઝડપી તેની સાથે કાયદાને કોરાણે મૂકી માર મારવામાં આવતા કેદીના મોતનો મામલો ભારે ચર્ચાસ્પદ બનતાં પોલીસ વિભાગના માથે માછલાં ધોવાતા ACP ને સમગ્ર પ્રકરણની તપાસ સોંપાઇ હોવાનું જાણવા મળ્યું છે.

ફતેગંજ પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.આઈ.પી.એસ.આઈ અને 4 કોન્સ્ટેબલ સામે ગુન્હો નોંધાયો છે. આ બનાવમા ચોરીના શકમંદ આરોપી બાબુ નિસાર શેખને પોલીસે બાંધીને માર્યો હતો જેથી બાબુ નિસાર શેખનું મારના કારણે મોત નિપજ્યું હતું .
પોલીસ કર્મીઓએ સાથે મળી લાશને સગેવગે કરી આ બનાવમા તેના પરિવારજનોને પોલીસે જણાવ્યું હતું કે આરોપીને મુક્ત કર્યા છે, પરંતુ તેની કોઈજ ભાળ ન મળતા પ્રકરણ પેચીદો બન્યો હતો. પરિવારજનો એ શોધખોળ આદરી હતી, અને પોલીસ કમિશ્નરને ફરિયાદ કરી હતી.
ફતેગંજ પોલીસ મથકના અધિકારીઓ એ તમામ પુરાવાઓનો પણ નાશ કર્યો હોવાનું ચર્ચાસ્પદ છે, ત્યારે આ બનાવની તપાસ ACP ને સોંપાતા તેઓએ જાતે જ ફરિયાદી બની સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરી છે.

હાલ જેમની સામે ચોરીના શંકાસ્પદ આરોપીને માર મારી મોતને ઘાટ ઉતારી દેવાની શંકા મૃતક બાબુ નિસાર શેખના પરિવાર જનોએ વ્યકત કરી છે એ તમામ પોલીસ જવાનો ફરાર થયાં હોય ACP માટે આ કષટોડીયલ ડેથનો મામલો ઉકેલવો એક યક્ષ પશ્ર બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here