કાલોલમાં આમ આદમી પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો જોડાય રહ્યા હોવાની લોકચર્ચા….

કાલોલ,(પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

જિલ્લા લધુમતી સમિતિના મહામંત્રી મુસ્તાકભાઇ શેખ દ્વારા શહેરમાં મિસ્ડ કૉલ અભિયાન ચલાવવામાં આવ્યું

સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા આવનારી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને લોકો સુધી પહોંચવા વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે હાલ આમ આદમી પાર્ટીને સમર્થન કરવા ૯૭૦૦૨ ૯૭૦૦૨ નંબર ઉપર મિસ્ડ કૉલ કરવા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના લધુમતી સમિતિના જિલ્લા મહામંત્રી મુસ્તાકભાઇ શેખ દ્વારા કાલોલમાં મિસ્ડ કૉલ કરાવવાનું કામ ધરવામાં આવ્યું હતું. આ કામને શહેરમાં ભવ્ય સફળતા મળી રહી છે લોકો ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના સમર્થનમાં મિસ્ડ કૉલ કર્યો હોવાનું જાણવા મળે છે.
આજ રોજ લધુમતી સમિતિના જિલ્લા મહામંત્રી મુસ્તાકભાઇ શેખ સાથે પાર્ટીના તાલુકા લેવલના પદાધિકારીઓ તથા કાર્યકરો પણ જોડાયા હતા. એક જ દિવસમાં બસ્સોથી વધારે લોકોએ મિસ્ડ કૉલ કરીને આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હતું અને પાર્ટીમાં જોડાયા હતા. આ શ્રેષ્ઠ કામગીરી બદલ પંચમહાલ જિલ્લા પૂર્વ પ્રમુખ દિનેશ બારીઆએ જિલ્લા મહામંત્રી મુસ્તાકભાઇ શેખને ધન્યવાદ પાઠવ્યા હતા અને નવા જોડાયેલા સૌ કાર્યકરોને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ નજીકના સમયમાં જાહેર સભા રાખી સૌનું સ્વાગત કરવાના કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું પૂર્વ જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here