ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે શહીદોને શ્રધ્ધાં સુમન અર્પણ કરવા મહારક્તદાન કેમ્પ યોજાયો

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

વિશાળ સંખ્યામાં રક્તદાન કરી માં ભોમની રક્ષા કરતા શહીદ જવાનોને રક્તદાન રૂપે શ્રધ્ધાંસુમન અર્પણ કર્યા.

મૌન પાડી શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરી. મુસ્લિમ મહિલા એ રક્તદાન કરી કોમી એકતા દર્શન થયા

ધોરાજી ખાતે માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલ ના સહયોગથી દેશ ના વીર જવાનો ને શ્રધ્ધાં સુમન અર્પણ કરવા મહારક્તદાન રૂપે શ્રધ્ધાંજલિ નો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ ને માન બિલ્ડર વાળા વિપુલભાઈ કેસીયાના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી ખુલ્લો મુકવામાં આવ્યો આ તકે હરીશભાઈ માવાણી ભોલાભાઈ સોલંકી, ધર્મેન્દ્ર બાબરીયા, રાજુભાઈ એરંડા, મુકેશભાઈ શીગાળા, સંજયભાઈ જાગાણી, ડૉ. જયેશ વસેટિયન, દિનેશ વોરા, કિરણભાઈ અંટાળા, વિપુલભાઈ એરંડા અને વિવેકાનંદ પરીવારના સભ્યો એ સેવાઓ બિરદાવી હતી. આ તકે મુસ્લિમ મહિલા ને રક્તદાન કરવા બદલ સન્માનિત કર્યા હતા. અને દરેક રક્તદાન ઓને પાંચ લાખ નો અકસ્માત પોલીસીની સંતોકબા માનવ સેવા ટ્રસ્ટના અતુલભાઈ ઠક્કર તરફથી નોધણી કરાઈ હતી. આ તકે વિશાળ સંખ્યામાં નાગરિકો એ રક્તદાન કરી વીર જવાનો ને રક્ત રૂપે શ્રધ્ધાંસુમન અર્પણ કર્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here