કાલોલના મુસ્લિમ બિરાદરો પગપાળા ધંધુકા નજીક ભડીયાદ પીર જવા રવાના થયા

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન


ધંધુકા તાલુકાના ભડીયાદ ગામે પીર મહેમુદ શાહ બુખારી ની વર્ષો જુની દરગાહ આવેલી છે આ દરગાહમાં હિન્દુ-મુસ્લીમના એકતાનું પ્રતીક માનવામાં આવે છે.ત્યાં દર વર્ષે રજ્જબ 9થી11 ચાંદ સુધી ત્રિદિવસીય ઉર્શ ભરાતો હોય આ વર્ષે કોરોના સંક્રમણ અટકાવવા ઉર્સની ઉજવણી મુલતવી રાખવામાં આવ્યો હતો ત્યારે દર વર્ષે પગપાળા નિશાન લઈ નીકળતી જનમેદનીના બદલે માત્ર ચાદર (ગલેફ) લઈને કાલોલ થી પગપાળા ચાલીને ભડીયાદ જવા રવાના થયા હતા. ધંધુકા તાલુકાના ભડીયાદ ગામે આવેલી પીર મહેમુદ શાહ બુખારી ની વર્ષો જુની દરગાહ હિન્દુ-મુસ્લીમોનુ એકતાનું પ્રતીક માનવામાં આવે છે અને આ દરગાહ ઉપર પ્રથમ નીશાન(પરચમ) એક હીન્દુ ભાઇનાં હાથે ચઢાવવામાં આવે છે.આ પગપાળા મેદની રફીકબેગ મીરઝાની આગેવાની હેઠળ દર વર્ષે કાઢવામા આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here