ગોલાતલાવડી ગામ નજીક ઈંટો ભરેલી ટ્રક અને ટ્રેકટર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા એકનું સારવાર દરમિયાન મોત

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

તિલકવાડા તાલુકાના ગોલાતલાવડી ગામ નજીક ઈંટો ભરેલી ટ્રક અને ટ્રેકટર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા એકને ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મળતી માહિતી અનુસાર ચુડેશ્વર ગામના (1) મોહમ્મદજુનેદભાઈ સાબીરખા ઘોરી અને (2) નજીમખા હબીબખા શેખ ચુડેશ્વર થી નીકળી રાજપીપલા શોરૂમ માં ટ્રેકટર સર્વિસ કરાવવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન ગોલાતલાવડી ગામ નજીક આવતા તિલકવાડાં તરફ થી આવતી ઈટો ભરેલી ટ્રક નંબર જી.જે.23.વી 7644 ના ચાલકે ટક્કર મારી દેતા ટ્રેક્ટર રોડની સાઇડમાં ઉતરી જતા ટ્રેકટર માં ભારે નુકશાન થયું હતું જ્યારે ટ્રક પણ એની પાછળ રોડ ની સાઈડ માં ઉંધી પડી જતા રોડ પર ઈંટો વિખેરાઈ ગઈ હતી.

જ્યારે આ અકસ્માતમાં નાજીમખા હબીબખા શેખ ને ગંભીર ઇજા થતા તેઓને 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ વધુ સારવાર માટે તેઓને વડોદરા એસ.એસ.જી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન નાજીમખા હબીબખા શેખ નું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે જ્યારે ટ્રકના ચાલક સ્થળ છોડીને ભાગી ગયો હોવાનું જાણવા મળેલ છે.

સરદાર ઘટનાની જાણ તિલકવાડા પોલીસને મથકે થતા તિલકવાડા પોલીસ ના એ.એસ.આઈ અરવિંદ ભાઈ.અને પોલીસ કોન્સ્ટેબલ ગજેન્દ્રભાઈ અન્ય સ્થાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરીને ટ્રક ના ચાલક વિરુદ્ધ કાયદેસર નો ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટે ચારે દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here