ઘોઘંબા તાલુકાના રાજગઢ પાલ્લા ગામનો વિધાર્થી મકરાણી મહંમદ સલીમ ધોરણ 12 સાયન્સમાં પ્રથમ ક્રમે 91.04 ટકાએ પાસ થતા ખુશીની લહેર…

ઘોઘંબા,(પંચમહાલ) મુઝફ્ફર મકરાણી :-

પંચમહાલ જિલ્લાના અંતરિયાળ એવા ઘોઘંબા વિસ્તારમાં એજ્યુકેશન ની દ્રષ્ટિએ ફરી એક વખત તેજસ્વી વિદ્યાર્થીએ પોતાનું કૌશલ્ય ચમકાવ્યું છે.

મળતી વિગતો મુજબ ધોરણ 12 સાયન્સ માં ઘોઘંબા તાલુકાના રાજગઢ પાલ્લા ગામના વિધાર્થી મકરાણી મહંમદ સલીમ મહંમદ ઈનુસએ સમસ્ત તાલુકામાં પ્રથમ ક્રમે 91.04 ટકા મેળવી ગામનું તથા મકરાણી સમાજનું નામ રોશન કર્યું છે. જેથી તેઓની પ્રતિભાને ગામના લોકો તથા વડીલોએ ખુબ ખુબ અભિનંદનસહ વધાવી હતી અને આગળ પણ આવી પ્રગતિ કરતાં રહે તેવા આશીર્વાદ આપ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here