પંચમહાલ : શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર એવા નાથુજીના મુવાડા ગામે કોરોના પોઝિટીવ કેસ સામે આવતા વહીવટી તંત્ર એલર્ટમોડ પર…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

જીલ્લા કલેકટર અમિત અરોરા સહીત વહીવટી તંત્ર તેમજ શહેરા તાલુકા આરોગ્ય વિભાગ,પ્રાંત અધિકારી જય બારોટ અને મામલતદાર મેહુલ ભરવાડ નાથુજીના મુવાડા ગામની મુલાકાતે પહોંચ્યા..

અમદાવાદના ઓઢવ ખાતે તેમના પરિવાર જનો સાથે રહેતી મહિલા પોતાના પીયર એવા નાથુજીના મુવાડા ગામે અનાજ લેવા આવી હોવાનું જાણવા મળેલ છે

સમગ્ર દેશમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસનું પ્રકોપ રોકાવવાનુ નામ જ નથી લેતું હોય તેમ લાગી રહ્યુ છે. મહાનગર અને નગરો સહિત હવે કોરોનાનો કહેર ગ્રામ્ય વિસ્તારોમાં પગ પસેરો કરી રહ્યો છે, પંચમહાલ જીલ્લાના ગોધરા અને હાલોલ નગરમાં કોરોનાના પોઝીટીવ કેસ નોધાયા બાદ હવે જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં કોરોનાનો પ્રથમ કેસ નોધાતા તાલૂકા પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. શહેરા તાલૂકાના નાથુજીના મૂવાડા ગામે અમદાવાદથી આવેલી એક મહિલાને કોરોના રિપોટ પોઝીટીવ આવતા સ્થાનિક અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓનો કાફલો પહોચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

પંચમહાલ જીલ્લાના શહેરી એરીયામાં કોરોનાના કેસોની વધતી સંખ્યા લઇને ગ્રામિણ વિસ્તારોમાં રહેતા લોકો સતર્કતા અને સાવચેતી રાખી રહ્યા હતા.આમ કોરોનાનો પંચમહાલના ગ્રામીણ વિસ્તારમાં એકેય કેસ નોધાયો ન હતો. પરંતૂ આખરે લોકડાઉનના ૨ મહિના બાદ શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો પગ પેસારો જોવા મળ્યો છે. શહેરા તાલૂકાના પશ્વિમ વિસ્તારમા આવેલા નાથુજીના મુવાડા ગામ ખાતે મહિલાનો પોઝિટિવ રિપોર્ટ આવતા ગ્રામજનો તેમજ આસપાસના વિસ્તારોમા પણ ભયનો માહોલ ફેલાઇ જવા પામ્યો હતો. અમદાવાદના ઓઢવ ખાતે તેમના પરિવાર જનો સાથે રહેતી મહિલા પોતાના પીયરમા અનાજ લેવા આવી હોવાનૂ જાણવા મળેલ છે. ત્યારબાદ પોતાના પિયર એવા નાથુજીના મુવાડા ગામે તેણીની તબિયત લથડતા સારવાર દરમિયાન જાણવા મળ્યું હતું કે મહિલા કોરોના સંક્રમિત છે જ્યારે મહિલાની સાથે આવેલ તેણીના પતિનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. આમ શહેરા તાલૂકાના ગ્રામીણ વિસ્તારમાં કોરોનાના પ્રથમ વખત પગ પેસારાથી સ્થાનિક વહિવટીતંત્ર હરકતમાં આવ્યુ હતું.
શહેરા તાલુકા નાથુજીના મુવાડા ગામે કોરના પોઝિટીવ કેસ નોંધાયો હોવાનું બહાર આવતા શહેરા આરોગ્ય વિભાગ , પ્રાંત અધિકારી જય બારોટ અને મામલતદાર મેહુલ ભરવાડ સહિતના અધિકારીઓ નાથુજીના મૂવાડા ખાતે પહોંચી ગયા હતા.
હાલ મહિલાને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રાખવામા આવી છે. દર્દીના પરિવારના 9 વ્યક્તિઓ સરકારી ક્વોરિનટાઇન અને ચારને હોમ ક્વોરન્ટાઈન કરવામા આવ્યા છે. નાથુજીના મુવાડા ગામમાં 169 જેટલા મકાનો આવેલા છે જેથી બહારના વ્યક્તિઓની અવરજવર સંપૂર્ણ બંધ કરાશે તેમજ ગામની દૂધ ડેરી બે દિવસ બંધ રાખવાનો નિર્ણય કરાશે.
જોકે સ્થાનિક તંત્રની સાથે જિલ્લા કલેકટર અમિત અરોરા જિલ્લાવિકાસ અધિકારી એ જે શાહે પણ નાથુજીના મૂવાડા ગામની મૂલાકાત લીધી હતી.અને જરૂરી સુચનો અધિકારીઓને આપ્યા હતા. હાલ તો શહેરાના ગ્રામીણ પંથકમા પ્રથમ કેસ નોધાતા લોકોમાં ડરનો પણ માહોલ ફેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here