કાકોશી ગામે ટ્રેકટરની ટક્કર લાગતા ૪ વર્ષની બાળકીનું મોત

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુરના કાકોશીમાં ટ્રેકટર ની ટકકર લાગતા ટાયર નીચે આવી જતા ચાર વર્ષીય બાળકી નું કરુણ મોત નીપજ્યું હતું. આ અંગે કાકોશી પોલીસ મથકે ટ્રેકટર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત નો ગુનો નોંધાયો છે.જે અંગેની તપાસ કાકોશી પોસઈ બી.જે.સોઢા ચલાવી રહ્યા છે.
સિધ્ધપુર તાલુકાના કાકોશીમાં ત્રિરંગા સોસાયટી માં રહેતા મેરાજ ભાઈ દેસાઈ ની ચાર વર્ષીય દીકરી શ્રેયાંશી અને તેની મોટી બહેન સરકારી દવાખાના પાસે ઠાકોર વાસ નજીકથી સાઈકલ ઉપર જઈ રહી હતી તે અરસામાં પાછળ થી આવતા ટ્રેકટર નં.જીજે.૨૪.એએમ.૪૭૬૩ ના ચાલકે જોરદાર ટક્કર મારતા બાળકી ટાયર નીચે આવી જતા તેનું કરુંણ મોત નીપજ્યુ હતું. આ જીવલેણ અકસ્માત થી મૃતક બાળકી ના પરિવારજનોમાં શોક ની કાલિમા છવાઈ જવા પામી હતી.અકસ્માતની જાણ થતા કાકોશી પોલીસ સત્વરે ઘટનાસ્થળે ધસી ગઈ હતી.પોલીસે લાશનું તેમજ ઘટનાસ્થળનું પંચનામું કરી મૃતક બાળકી ની લાશને પીએમ માટે મોકલી આપી હતી.કાકોશી પોલીસે અકસ્માતનો ગુનો આચરી ફરાર થઇ ગયેલા ટ્રેકટર ચાલક અંગે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.આ ટ્રેકટર મેથાણ નું હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here