કવાંટની સરકારી વિનયન કોલેજમાં મેગા પ્લેસમેન્ટ કેમ્પ-૨૦૨૪ યોજાયો

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

ગુજરાત સરકારશ્રીના શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ, ગાંધીનગર અને KCG અમદાવાદના માર્ગદર્શન હેઠળ સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ કૉલેજોના અંતિમ વર્ષના વિધાર્થીઓ માટે દર વર્ષે રોજગાર મેળાનું આયોજન થાય છે. આ વર્ષે ઝોન-3 નોડ-4 છોટાઉદેપુર જિલ્લાનો મેગા પ્લેસમેન્ટ કેમ્પ-૨૦૨૪ છોટાઉદેપુર જિલ્લાની નોડેલ કૉલેજ સરકારી વિનયન કૉલેજ, જામલી, કવાંટના ઝોનલ ઑફિસર પ્રિ.ડૉ.કે.બી.જુડાલ, સબ ઝોનલ પ્રિ. શ્રીજયપ્રકાશ ભોલંદા, અત્રેની કૉલેજના પ્રિન્સિપાલશ્રી અને નોડ- 4 ના નોડેલ ઑફિસર ડૉ. સી.બી.રાઠવાના માર્ગદર્શન હેઠળ ૫ માર્ચના રોજ યોજાયો હતો.
છોટાઉદેપુર જિલ્લાની સરકારી, પોલિટેકનિક અને ગ્રાન્ટ ઇન એઈડ મળીને ૮ કૉલેજમાં ૧૧૦૧ વિદ્યાર્થીઓએ કોઝન્ટ પોર્ટલ પર ઑનલાઈન રજિસ્ટ્રેશન કરાવેલ હતા. આ મેગા પ્લેસમ કેમ્પમાં રજીસ્ટર્ડ વિદ્યાર્થીઓમાંથી ૪૨૧ જેટલાં વિદ્યાર્થીઓ અને 13 કંપનીઓ ૧૯૨૭ વેકેન્સી સાથે ઉપસ્થિત રહી હતી. જેમાંથી ૫૨૭ વિદ્યાર્થીઓએ ઇન્ટરવ્યુ આપ્યા હતા અને ૨૨૬ વિદ્યાર્થીઓ સિલેક્સન કંપનીઓ દ્વારા કરવામાં આવેલ હતા.
આ કાર્યક્રમ શિક્ષણ વિભાગ ગાંધીનગર, KCG અમદાવાદ, છોટાઉદેપુર જિલ્લાની કૉલેજોના આચાર્યશ્રીઓ, અત્રેની કૉલેજના પ્લેસમેન્ટ કન્વીનર પ્રા.શ્રી અજયભાઈ મકવાણા અને કન્વીનર પ્રા.મુકેશભાઈ રાઠવા, સમિતિમાં સભ્યપદે કામગીરી કરતાં વિવિધ કૉલેજના લગભગ ૪૬ અધ્યાપક મિત્રો, કવાંટ કૉલેજના NSS વિભાગના સ્વયંસેવક વિધાર્થીઓ તેમજ અત્રેની કૉલેજ પરિવાર સર્વે સ્ટાફમિત્રોના સહયોગથી સફળતાપૂર્વક યોજાયો હતો. કવાંટ વિનયન કોલેજની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here