કડાણા ડેમમાંથી માછલીઓ પકડવાની સૈફુદ્દીન ઉલ્માન આગલોડિયાનો હક જારી રહેશે

કડાણા,(મહીસાગર) પ્રવાસી પ્રતિનિધિ :-

કોરોનાની મહામારી અને રાજયની સ્થિતિ જોતાં કડાણા ડેમમાંથી માછલીઓ પકડવાનો કાયદેસરનો હક- લાયસન્સ ધરાવતા ગામ ભાગલ, જિલ્લા પાલનપુરના અરજદાર સૈફુદ્દીન ઉલ્માન આગલોડિયાને ડેમમાંથી મછલીઓ પકડવાનો કરાર જારી રહે છે, એમ ગુજરાત હાઇકોર્ટે પોતાના તા.22-03-22ના હુકમમાં જણાવ્યું હતું. 11866 of 2021 ઓર્ડર ક્રમ અનુસાર અરજદાર સૈફુદ્દીન આગલોડિયા કડાણા ડેમમાંથી માછલીઓ પકડી શકવા હકદાર છે. અરજદારના વકીલ પ્રેમલ રાચે કોર્ટમાં જોરદાર દલીલો કરતાં પોતાના અસીલને તેમનો માછલીઓ પકડવાનો હક તા.22/06/2022 સુધી રહેવોનો અને ત્યાર પછી લાયસન્સ ફી ભરીને તેનો આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રાખવાનો છે, તેવી દલીલનો સરકારી વકીલ કોઇ જ જવાબ આપીલ શકયા ન હતા. પ્રતિવાદી ગુજરાત રાજ્યના મત્સ્ય ઉદ્યોગ દ્વારા એક તરફી રીતે કાયદાનો અર્થઘટન કરીને અસીલ સેફુદદીન આગલોડિયાને નાહક પરેશાન કરવામાં આવ્યા હતા, એવી દલીલ પણ પ્રેમલ રાચે કરતાં અંતે કોર્ટે વાદી સેફુદ્દીનને નિયત સમયમાં એટલે કે 45 દિવસોમાં લાયસન્સ ફીની અર્ધી રકમ ભરી દેવા અને બાકીની રકમ બીજો હપ્તા તરીકે 45 દિવસમાં ભરી દેવા ઓર્ડર કર્યા હતો. આમ અરજદાર સેફુદ્દિન ઉસ્માન આગલોડિયાને કડણા ડેમમાંથી માછલીપાલનનો કારોબાર જારી રાખવા હુકમ કર્યો હતો. અરજદાર સૈફુદ્દીન આગલોડિયાએ તમામ રકમ નિયત સમયમાં ભરી દેવાની બાંહેધરી આપતી તેમના લાયસન્સને બહાલ કરવામાં આવ્યો હતો. આમ અરજદાર અને કડાણા ડેમમાંથી માછલીઓ પકડવાનો પરવાનો-લાયસન્સ ધરાવતા સેફુદ્દીન ઉસ્માન આગલોડિયાની તરફેણમાં ચુકાદો આવતા તેઓ ફરીથી પોતાનો કારોબાર શરુ કરી શકશે.
ઉલ્લખનીય છે કે કાયદાનો ખોટા અર્થઘટન કરીને કેટલાક તત્વો અરજદાર સેફુદ્દીન ઉસ્માન આગલાડિયાને માછલીઓ પકડવાની રોકી રહ્યા હતા, પરંતુ નામદાર અદાલતના આ હુકમથી તેઓ સાચા લાયસન્સદાર હોવાથી પોતાનો કારોબાર કડાણા ડેમમાં ચાલુ રાખી શકશે, એમ કડાણાના કોન્ટ્રાકટર સૈફુદ્દીન ઉસ્માન આગલોડિયાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે આ કામ કરીને અમે વિસ્તારના આદિવાસી પરિવારોને રોજી આપવા ઇચ્છીએ છીએ. ગુજરાત સરકારની યોજના પણ આદિવાસી વિસ્તારના નાગરિકોને તેમના ઘર આંગણે જ રોજી પુરી પાડવાની હોવાથી અમે આ કામગીરી હાથ ખરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here