એકતાના પ્રતિક એવા સદ્ભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરાના મશહૂર મુસ્લિમ શિક્ષક ઈમરાન સાહેબ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં એકતાના પ્રતિક માનવ ધર્મનાં મસીહા તરીકે જાણીતાં નવરચના સ્કૂલ ગોધરા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા એવાં ઈમરાન સાહેબ છેલ્લાં 14 વર્ષથી 160 ઉપરાંત બાળકોને સદ્ભાવના મિશન ક્લાસ બહારપૂરા રામજી મંદિર ગોધરા ખાતે મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ એક નામાંકિત અને મશહૂર શિક્ષકશ્રી ઈમરાન સાહેબ લગાતાર આપી રહ્યા છે તદ્ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો, સામાજિક અને ધાર્મિક તહેવારો આનંદ ઉલ્લાસથી ઉજવણી કરી રહ્યા છે. ધાર્મિક વિધિ અનુસાર આજ રોજ હિદું ધર્મનાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ પર એક લોક એક ભારતના નારા સાથે નંદ ગોપાલ ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકામા તમામ બાળકો, મહિલાઓ અને સ્થાનિક લોકો અને એકતાના પ્રતિક મુસ્લિમ નામાંકિત શિક્ષકશ્રી ઈમરાન સાહેબ સાથે મળીને ઉજવણી કરવામાં આવી તમામ હરકોઈ સમાજે શિક્ષકશ્રી ઈમરાન સાહેબનો દિલ જીતી લીધા હતા ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે તમામ લોકોએ ખુશી વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here