આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પંચમહાલ કલેકટર પ્રવિણા ડી કે મેડમનું સ્વાગત કરવામાં આવ્યું

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

ગુજરાતમાં હાલ ઘણા અધિકારીશ્રીઓની બદલી અને બઢતી સરકાર દ્વારા કરવામાં આવી છે તેથી પંચમહાલ જિલ્લામાં માન. કલેકટરશ્રી તરીકે પ્રવિણા ડી કે મેડમે પદ સંભાળ્યું છે. ત્યારે આજ રોજ પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા માન. કલેકટરશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું.
જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ સ્વાગત અને શુભેચ્છા પત્રમાં જણાવ્યું છે કે, જિલ્લામાં પ્રગતિ, સુરક્ષા, વ્યવસ્થા, વહીવટ અને સલામતી બાબતે યોગ્ય કરવા પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી આપની સાથે હંમેશા રહેશે. સાથે આશા અને અપેક્ષા છે કે આપનું યોગદાન જિલ્લાની પ્રગતિ માટે બની રહે. એવા પત્ર સાથે ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છા પાઠવી છે..

જિલ્લા મહિલા પ્રમુખ આનંદીબેન બારીઆ, ઉપ પ્રમુખ દયાલભાઇ આહુજા, જિલ્લા શિક્ષણ સમિતિ પ્રમુખ પ્રો.ડૉ. જગદીશચંદ્ર માછી, જિલ્લા લીગલ સેલ પ્રમુખ હસનૈન પ્રેસવાલા, જિલ્લા સંગઠન મંત્રી દર્શન વ્યાસ, જિલ્લા સહ સંગઠન મંત્રી કૃણાલ ચૌહાણ સાથે અન્ય કાર્યકરોએ માન. કલેક્ટરશ્રી ને ફુલગુચ્છ આપી સ્વાગત કર્યું અને શુભેચ્છાઓ પાઠવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here