નર્મદા જિલ્લામા છેલ્લા ૨૪ કલાક દરમિયાન માત્ર દેડીયાપાડા તાલુકામાં નોંધાયલો ૧૬ મિ.મિ. વરસાદ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

મોસમના કુલ વરસાદમાં દેડીયાપાડા તાલુકો–૧૯૨ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે

નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ–૯૮ મિ.મિ.વરસાદ નોંધાયો

નર્મદા જિલ્લામાં તા.૨૪ મી જૂન, ૨૦૨૧ ને ગુરૂવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન માત્ર દેડીયાપાડા તાલુકામાં જ -૧૬ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના અન્ય કોઇપણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. આમ, નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ-૯૮ મિ.મિ.વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૯૨ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે નાંદોદ તાલુકો -૧૦૦ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, તિલકવાડા તાલુકો-૮૭ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, ગરૂડેશ્વર તાલુકો-૫૮ મિ.મિ.સાથે ચોથા ક્રમે અને સાગબારા તાલુકો-૫૩ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ તેની ભયજનક સપાટી-૧૩૮.૬૮ મીટરની સામે-૧૧૫.૩૯ મીટર, કરજણ ડેમ તેની ભયજનક સપાટી-૧૧૬.૧૧ મીટરની સામે-૧૦૨.૦૭ મીટર, નાના કાકડીઆંબા ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૭૮ મીટરની સામે-૧૭૯.૧૫ મીટર અને ચોપડવાવ ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૪૧ મીટરની સામે-૧૭૯.૮૫ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેના ગેજ લેવલની ભયજનક સપાટી-૩૧.૦૯ મીટરની સામે ૧૪.૭૨ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here