તિલકવાડા પંથકમાં ધમકેદાર મેઘરાજાની એન્ટ્રી થતા આસ પાસના વિસ્તારમાં ઠંડક ફેલાઈ

તિલકવાડા,(નર્મદા) વસીમ મેમણ :-

હાલ માં નર્મદા જિલ્લા સહિત તિલકવાડા તાલુકા માં કોરોના મહામારી વચ્ચે ઉનાળા ની ગરમી નો પ્રકોપ ચાલી રહ્યો હોય તેવા સમય માં તિલકવાડા તાલુકામાં બે ત્રણ દિવસ થી ધીમી ધારે મેઘ રાજા ની એન્ટ્રી થતી જોવા મળી હતી પરંતુ આજ રોજ વહેલી સવાર થીજ તિલકવાડા નગર અને આસ પાસ ના ગ્રામ્ય વિસ્તાર માં મેઘરાજા એ મહેર કરી ને ધમાકેદાર એન્ટ્રી કરી હતી અચાનક વાતાવરણ માં પલટો આવી ધીમા પવન સાથે તિલકવડા પંથક સહિત આસ પાસ ના ગામો માં વરસાદ વરસતા ચારે બાજુ ઠંડુ વાતાવરણ જોવા મળ્યું હતું વરસાદ વરસતા ખેડૂતોમાં અનેરી ખુશી નો માહોલ જોવ મળી રહ્યો છે ખેડૂતો ખેતી કામ માં જોતરાય ગયા છે.

તિલકવાડા નગર તેમજ આસ પાસ ના વિસ્તાર માં ગુરુવાર ના રોજ વહેલી સવારથી વરસાદી ઝાપટું પડયું હતું તેમજ સવાર ના સમયગાળા દરમિયાન મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી થતા તિલકવાડા તેમજ આસ પાસ ના વિસ્તારો માં વરસાદી માહોલ સર્જાયો હતો બુધવારે મોડી રાત્રે આકાશમાં ઠંડુ પવન સાથે વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું ત્યારે ગુરુવારે વહેલી સવાર થી જ ધીમીધારે વરસાદ પડતા તિલકવાડા પંથક તેમજ દેવલ્યા ગામોડ પહાડ ઉતાવળી સહિત આસ પાસ ના ગામોમાં વરસાદી માહોલ સર્જાયો હતો અને રોડ ઉપર પાણી ભરાતા ચોમાસા ની સિઝન ની શરૂઆત થયેલી જોવા મળી હટી અચાનક વાતાવરણમાં પલટો આવી કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘનઘોર બની ગયું હતું અને ધીમા પવન સાથે ધમાકેદાર વરસાદ વરસતા તિલકવાડા પંથક તેમજ આસ પાસ ના વિસ્તાર માં ઠંડુ વાતાવરણ થઈ ગયેલું જોવા મળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here