આઠમના દિવસે બહુચરા માતા – ખોડીયાર માતાના મંદિરે હવન

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ખોડીયાર માતાના મંદિરે આઠમના હવન માં ડભોઇ ધરાવતી ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા

ડભોઇ – દર્ભાવતિ પ્રાચીન ઐતિહાસિક નગર તરીકે જાણીતી છે .ગરબાની રમઝટ રમવાનો સમય પૂર્ણ થવાની આરે છે ત્યારે અંતિમ દિવસોમાં આવતી આઠમ એટલે દુર્ગાઅષ્ટમી ના રોજ ડભોઇ- દર્ભાવતિ નગરીમાં વિવિધ મંદિરોમાં આઠમના હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઐતિહાસિક નગર ના રચયિતા રાજા વિશળદેવ દ્વારા કલાત્મક કિલ્લાઓ અને રક્ષણ માટે ચાર દરવાજા આજ થી ૭૦૦ વર્ષ પૂર્વે બનાવ્યા હતા. જે ભવ્યતા ના દર્શન કરાવે છે. આ કિલ્લા ની ચારેતરફ દેવી શક્તિના મંદિરો બનાવ્યા છે .જે પૈકી પશ્ચિમ દિશામાં વડોદરી ભાગોળ પાસે બહુચરા માતાનું મંદિર આવેલ છે. જેમાં વર્ષો ની પરંપરા મુજબ આઠમના દિવસે શ્રી.આર.જી પંડ્યા હાઇસ્કૂલ ના ટ્રસ્ટી ચંદ્રકાંતભાઈ પંડયા- મહેશભાઈ પંડ્યા ના પરિવાર દ્વારા હવનનું આયોજન કરવામાં આવે છે.અને આ મંદિરના પ્રાંગણમાં ભવ્ય મેળો પણ ભરાતો હોય છે. પરંતુ હાલમાં ચાલતી કોરોનાવાયરસ ની મહામારી ના કારણે છેલ્લા એક વર્ષથી આ મેળાનું આયોજન થતું નથી અને ભક્તો માસ્ક પહેરી સોશ્યલ ડિસ્ટન્સ રાખી દર્શનનો લાભ લીધો હતો. તેમજ હીરાભાગોળ ખાતે આવેલ ખોડિયાર માતાના મંદિરે ના હવન માં ડભોઇ દર્ભાવતિ ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમના ધર્મ પત્ની મીનાબેન મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
તેવીજ રીતે હીરાભાગોળના કિલ્લામાં ગઢભવાની માતાનું મંદિર આવેલું છે .આ મંદિરે આસુરી શક્તિઓ ઉપર શક્તિના વિજયનું મહાપર્વ એટલે કે દશેરાના દિવસે ભવ્ય મેળો ભરાતો હોય છે પરંતુ આ મેળો પણ છેલ્લા એક વર્ષથી મોકુફ રાખવામાં આવે છે અને ભક્તજનોને દર્શન માટે મંદિર ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન અશ્વિનભાઇ પટેલ (વકીલ),ડૉ. સંદિપભાઈ શાહ ,ડૉ.બી.જે. બ્રહ્મભટ્ટ ,ડૉ. મહેન્દ્રભાઈ પટેલ,સસિકાંત ભાઈ પટેલ,વંદન ભાઈ તેમજ નગરપાલિકાના પ્રમુખ કાજલ બેન ,કાલી ભાઈ તથા ભાજપના અગ્રણી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here