આગામી સમયમાં યોજાનાર લશ્કરી ભરતીને લઈને પંચમહાલ જિલ્લાના રોજગાર વાચ્છુંક ઉમેદવારો માટે તાલીમ વર્ગનું આયોજન કરાશે

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

રોજગાર વાચ્છુંક ઉમેદવારો માટે આગામી સમયમાં અમદાવાદ ખાતે લશ્કરી ભરતી યોજાઈ રહી છે ત્યારે
આર્મીમાં જોડાવા માંગતા પંચમહાલ જીલ્લાના ઉમેદવારોને તાલીમ મળી રહે તે માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જીલ્લા રોજગાર કચેરી ગોધરા દ્વારા અરજીઓ મંગાવવામાં આવી છે. આ તાલીમમાં વિના મુલ્યે રહેવા અને જમવાની સુવિધા ઉપલબ્ધ કરાશે. ૧૭.૫ થી ૨૦ વર્ષ સુધીની વય ધરાવતા અને ધોરણ ૧૦માં ૪૫ ટકાથી વધુ અંગ્રેજી વિષય સાથે પાસ કરેલ હોય તેમજ ૧૬૮ સે.મી.કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા (એસ.ટી માટે ૧૬૨ સે.મી. કે તેથી વધુ) તેમજ ૫૦ કી.ગ્રા.વજન અને ૭૭ થી ૮૨ સે.મી.છાતી ધરાવતા અપરણિત પુરુષ ઉમેદવારોએ આગામી ૨૬/૦૫/૨૦૨૩ સુધીમાં કચેરી સમય દરમિયાન પાસપોર્ટ સાઇઝ ફોટા, એલ.સી, માર્કશીટ,જાતિનો દાખલો, ડોમિસાઇલ પ્રમાણપત્ર, બેંક પાસ બુક, આધાર કાર્ડ સાથે નિયત નમૂનામાં અરજી કરવા જણાવવામાં આવ્યું છે. અરજી જિલ્લા રોજગાર કચેરી, ગોધરા બહુમાળી ભવન ભોંય તળીયએ, કલેકટર કચેરી કંપાઉન્ડ, ગોધરા, જિ.પંચમહાલ ખાતે રૂબરૂમાં જમાં કરવા જણાવવામાં આવે છે. વધુ માહિતી માટે હેલ્પ લાઈન નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા રોજગાર અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here