સમગ્ર ભારતભરમાં ચાલી રહેલ લોકડાઉન અંતર્ગત ધરતીપુત્રો માટે રાહતના સમાચાર…

ગોધરા,તા-૩૦-૦૩-૨૦૨૦

પ્રતિનિધિ :- ઈશ્હાક બોકડા

મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યના ખેડુતો લોકડાઉન ની પરિસ્થિતિમાં પોતાના રવિ પાક ની લણણી કરી શકે તેવા ઉદ્દાત ભાવ થી રાજ્ય સરકાર દ્વારા આવા ખેડુતોને કેટલીક છૂટછાટ આપવાની વ્યવસ્થા ગોઠવી છે. તદનુસાર ,રવિ પાકના ખેડુતોને પાક લણવા નો આ સમય છે, તેથી પાક કાપણી માટે હાર્વેષ્ટર, થ્રેસર, રીપર, સાધનોના માલિક, ડ્રાયવર, મજૂરો વગેરેને આ હેતુસર અવરજવરની છૂટ રહેશે. પાકની કાપણી પછી કૃષિ પેદાશોને નુકસાન ન થાય તે માટે ખેતરથી ઘર કે પાક સંગ્રહ ગોડાઉન સુધી પાક લઈ જવાની છૂટ રહેશે બાગાયત પાકો અને ઉનાળુ પાકના મર્યાદિત વિસ્તારોમાં પીયત અને પાક જાળવણી માટે જે તે ખેતરના ખેડુતોને અવરજવરની છૂટ રહેશે. પીયત માટે વીજ પુરવઠો થોડા દિવસ દિવસે અને થોડા દિવસ રાત્રે આપવા માં આવતો હોય છે. આથી રાત્રિ પાવર હોય તે દિવસોમાં આવા મર્યાદિત ખેતરના ખેડુતોના રાત્રિ વીજળી પુરવઠાના દિવસો પૂરતાં રાત્રે ખેતરે જઈ આવી શકશે. ફળ અને શાકભાજીના ખેડુતોના ઉત્પન્નો જલ્દી નાશ પામતાં હોઈ તે પણ માર્કેટમાં નિર્ધારિત સમયે લઈ જવાની છૂટ રહેશે.મુખ્યમંત્રી એ આ સિવાયના અન્ય ખેડૂતો પોતાના ઘરમાં જ રહીને લોકડાઉન નું પાલન કરી કોરોના ના સંક્રમણ થી બચે તેવી હાર્દભરી અપીલ પણ કરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here