નર્મદા જીલ્લામાં કમોસમી વરસાદથી આહલાદક દૃશ્યો સર્જાયાં સ્ટેચ્યુ ઑફ યુનિટી બન્યું આકર્ષણનું કેન્દ્ર…

કેવડીયા કોલોની,(નર્મદા) આશિક પઠાણ :-

કમોસમી વરસાદ થી સમગ્ર નર્મદા જિલ્લો ઠંડો ગાર બન્યો ગાત્રો થીજવતી ઠંડી થી લોકો પરેશાન

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કાશ્મીર જેવા આહલાદક દૃશ્યો સર્જાયા પ્રવાસીઓ ભારે આનંદિત

મીની કાશ્મીર ગણાતાં નર્મદા જિલ્લામાં ઠેર ઠેર કમોસમી વરસાદ થી વાતાવરણ ઠંડુ બન્યું છે, અચાનક હવામાન માં આવેલ પલટા સાથે વરસાદ વરસતાં ચોમાસા જુવુજ માહોલ જામતા સિયાળા ની સાથે જ ગાત્રો થીજાવતી ઠંડી પડતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જોકે આ બધા વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવનાર પ્રવાસીઓ ને કાશ્મીર જેવો એહસાસ થયો હતો.

ગાઢ વાદલાઓ અને વરસાદી માહોલમાં સતપુડાના પર્વતો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ના આહલાદક દૃશ્યો પ્રવાસીઓએ માણ્યા હતા અને ભારે આનંદ વિભોર થયા હતા, આકાશ માં કાળા ધીબાંગ વાદળો છવાયા હતા જેને સ્ટેચ્યુ ઑફ યુનિટી ના સોંદર્ય માં પણ ચાર ચાંદ લગાવ્યા હતા જેથી સ્ટેચ્યુ ઑફ યુનિટી ના સોંદર્ય માં પણ વધારો જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here