મોરબી સુન્ની મુસ્લિમ સમાજમાં પ્રથમ મહિલા વકીલ બની શહેનાજ દાઉદભાઈ સુમરાએ સમાજનું નામ રોશન કર્યું..

મોરબી, આરીફ દીવાન :-

પ્રવર્તમાન સમયમાં ભારત દેશના ભવિષ્ય રૂપી આવનાર પેઢીએ દરેક ક્ષેત્રે ઉન્નતિના શિખરો પાર કરી નામના મેળવી છે, જેમાં જગત જનની એવી મહિલાઓએ પુરુષોના ડગ થી ડગ માંડી ગગન સુધીની દૌડ લગાવી છે જેનું એક જીવંત ઉદાહરણ મોરબી જિલ્લામાંચારે કોર ચર્ચાઈ રહ્યું છે.

મોરબી જિલ્લા સુન્ની મુસ્લિમ સુમરા સમાજના રિટાયર્ડ પોલીસ મેન દાઉદભાઈ ઈસ્માઈલભાઈ સુમરાની દીકરી સહેનાજ દાઉદભાઈ સુમરા એલએલબીનો અભ્યાસ પૂર્ણ કરીને વકીલ બનેલ છે અને સુમરા સમાજમાં તે પ્રથમ મહિલા વકીલ બનતા સમગ્ર મોરબી જિલ્લામાથી તેઓને સગા સ્નેહી, મિત્ર સર્કલ અનેક સમાજના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો તરફથી શુભકામનાઓ પાઠવવામા આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here