અહો આશ્ચર્યમ્…લો કર લો બાત… સરકારી તંત્રને 15 મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વ છે કે પ્રજાસત્તાક પર્વ ખબર જ નથી !!!!!

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નાદોદ તાલુકા પંચાયત દ્વારા છાપવામાં આવેલ નિમંત્રણ પત્રિકામાં છબરડો

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ની જગ્યાએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમંત્રણ પત્રિકામાં લખતા તંત્ર બન્યો હાસ્યસ્પદ

સરકારી બાબુઓ કચેરીઓના કામકાજમાં તો અનેક છબરડા મારતા જ હોય છે, પરંતુ ભારત દેશને 15 મી ઓગસ્ટ 1947ના દિવસે અંગ્રેજોની ગુલામી માંથી આઝાદી મળી એ દિવસને શું કહેવાય સ્વાતંત્ર પર્વ કે પ્રજાસતાક પર્વ એ એક નાનું બાળક પણ જાણતો હોય પણ સરકારી બાબુઓ ને ભાન નથી કે 15 ઑગસ્ટ એ દેશ નુ સ્વાતંત્ર્ય પર્વ કે પ્રજાસતાક પર્વ છે !!!! હવે આવા સરકારી બાબુઓ ને ક્યા પાઠ આપી ને ભણાવવા એ એક પ્રશ્ર્ન નર્મદા જીલ્લા ના નાંદોદ તાલુકા પંચાયત માં ઉભો થયો છે.

વાત એમ છે કે સમગ્ર દેશમાં દેશના 77 માં સ્વાતંત્ર પર્વની ભારે ધૂમધામ અને ઉત્સાહપૂર્વક 15મી ઓગસ્ટના રોજ ઉજવણી થનાર છે ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર હસ્તકની તમામ કચેરીઓમાં પણ આ પર્વની ઉજવણી કરવામાં આવે છે, જે તે વિભાગની કચેરીઓ નિમંત્રણ પત્રિકાઓ છપાવી મહાનુભાવોને ધ્વજ વંદનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવતા હોય છે, ત્યારે નર્મદા જિલ્લાની નાદોદ તાલુકા પંચાયતની કચેરી દ્વારા છાપવામાં આવેલ નિમંત્રણ પત્રિકામાં એક બહુ જ મોટો છબરડો જોવા મળ્યો હતો.

15 મી ઓગસ્ટના રોજ નાદોદ તાલુકા પંચાયતની કચેરી રાજપીપળા ખાતે સવારે 8 કલાકે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, આ કાર્યક્રમ માટે તાલુકા વિકાસ અધિકારી નાદોદ દ્વારા નિમંત્રણ પત્રિકાઓ છાપવામાં આવેલ છે જેમાં ભારતના 77 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી તાલુકા પંચાયત કચેરી રાજપીપળા ના પટાંગણમાં તાલુકા પંચાયતના પ્રમુખ હરેશભાઇ વસાવા ના વરદ હસ્તે ધ્વજવંદન કરી કરવામાં આવશે નો લખવામા આવ્યુ છે અને આ નિમંત્રણ પત્રિકા ઓ નું વિતરણ કરી મહાનુભાવોને નિમંત્રણ પાઠવવામાં આવ્યો છે. નાંદોદ તાલુકા પંચાયત દ્વારા છાપવામાં આવેલ નિમંત્રણ પત્રિકામાં સ્વાતંત્ર પર્વની જગ્યા એ પ્રજાસત્તાક દિનની ઉજવણી લખી ને છબરડો વાળ્યો છે. 15 મી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર પર્વ દેશ ની આઝાદીનો મહોત્સવ, શું તાલુકા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓને એટલી પણ ખબર નથી કે પ્રજાસત્તાક દિવસ 26 મી જાન્યુઆરી ને કહેવામાં આવે છે, જ્યારે 15 મી ઓગસ્ટ ને સ્વતંત્ર પર્વ કહેવામાં આવે છે આવા અધિકારીઓને વર્ગખંડો માં બેસાડી અભ્યાસ આપવાની તાંતી જરૂરિયાત વર્તાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here