હર ઘર તિરંગા’ અભિયાનનો શુભારંભ 13 થી 15 ઓગષ્ટ સુધી ઉજવણી… ઘરમાં તિરંગો ફરકાવવા દેશવાસીઓને કરાશે પ્રોત્સાહિત

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

“છે શાંતિની ઓળખ*
*આ મારાં દેશનો તિરંગો**
*લેહરાવો આસમાનમાં*
*આ ભારતનો તિરંગો*

મોડાસામાં દેશભક્તિના ગીતો સાથે,સાથે હાથમાં આપણી આન -બાન -શાન આપણો તિરંગો લઈને ચાલતા દરેક વ્યક્તિમાં અને આ રેલી નિહાળનાર દરેકમાં રાષ્ટ્રભક્તીનો, દેશભક્તિનો જોશ અને જુસ્સો ઉમેરાઈ રહ્યો હતો

એક તરફ દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે અને બીજી બાજૂ નજીકમાં જ હવે સ્વતંત્રતા દિવસનું આગમન થવા જઈ રહ્યું છે, ત્યારે સરકારે આ પ્રસંગે હર ઘર તિરંગા અભિયાનનો શુભારંભ કરાવ્યો છે.હાલમાં દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરી રહ્યું છે.

અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે ‘હર ઘર તિરંગા ‘કાર્યક્રમ યોજાયો. જેમાં કે.એન.શાહ હાઈસ્કૂલથી મ.લા.ગાંધી કોલેજ કેમ્પસ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું. મોડાસામાં આ રેલી નીકળતા દેશભક્તિનો માહોલ સર્જાયો હતો, દેશભક્તિના ગીતો સાથે,સાથે હાથમાં આપણી આન -બાન -શાન આપણો તિરંગો લઈને ચાલતા દરેક વ્યક્તિમાં અને આ રેલી નિહાળનાર દરેકમાં રાષ્ટ્રભક્તીનો, દેશભક્તિનો જોશ અને જુસ્સો ઉમેરાઈ રહ્યો હતો. મોડાસા શહેરમાં ઠેર ઠેર આ રેલીનું ફૂલોથી સ્વાગત, અભિવાદન કરવામાં આવ્યું.

આ રેલીમાં માનનીય મંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર, જિલ્લા કલેક્ટરશ્રી, પ્રશસ્તિ પારીક,જિલ્લા પોલીસ વડાશ્રી શૈફાલી બરવાલ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી દીપેન કેડીયા, નિવાસી અધિક કલેકટરશ્રી એન.ડી પરમાર, નગરપાલિકા પ્રમુખશ્રી જલ્પાબેન ભાવસાર, પ્રાંત અધિકારી શ્રી મોડાસા, જિલ્લા શિક્ષણા અધિકારીશ્રી, તેમજ મોટી સંખ્યામાં પોલીસ જવાન અને અધિકારીશ્રીઓ,પદાધિકારીશ્રીઓ સાથે વિદ્યાર્થીઓ અને જાહેર જનતા જોડાઈ હતી.

દરેક ઘરે તિરંગા અભિયાનનુ આયોજન 13 ઓગષ્ટથી શરૂ થશે અને 15 ઓગષ્ટ સુધી ચાલશે.દેશમાં દરેક ઘરે તિરંગો ફરકાવવા માટે દેશવાસીઓને પ્રેરિત કરવામાં આવશે. મોટી સંખ્યામાં નાગરિકો આ અભિયાનમાં જોડાશે અને પોતાના ઘર પર દેશની આન બાન અને શાન એવો તિરંગો લહેરાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here