અરવલ્લી : તત્વ ઈજનેરી કોલેજ ખાતે ભરતી મેળો યોજાયો

મોડાસા,(અરવલ્લી) પરવેઝખાન ખોખર :-

તત્વ ઈજનેરી કોલેજ, મોડાસા અને જિલ્લા રોજગાર કચેરી (મોડલ કેરિયર સેન્ટર) મોડાસાના સૌજન્યથી બધી જ બ્રાન્ચના ડિપ્લોમા ઈજનેરો માટે તારીખ 23 મેના રોજ “તત્વ મંથન હોલ”, તત્વ ઈજનેરી કોલેજ, મોડાસા ખાતે ભરતી મેળો યોજાયો.
    આ ભરતી મેળા માટે ગુજરાતની નામાંકિત કંપની *આઇ.ટી.સી.* લિમિટેડ આવી હતી.
જેમાં સુપરવાઇઝર, ક્વૉલિટી ઇજનેર અને ઓપરેટરની પસંદગી કરવાની હતી.
     આ કેમ્પસ ડ્રાઈવમાં ગુજરાતની નામાંકિત કંપની આઇટીસી લિમિટેડ ના ઓપરેશનલ મેનેજર શ્રી પ્રિયાંક ભાઈ સોની અને ઓફિસર નરેશભાઈ બારીયા આવ્યા હતા અને તેઓએ કંપની વિશેની પ્રાથમિક માહિતી આપી ઇન્ટરવ્યૂ ની કાર્યવાહી શરૂ કરી હતી.
     આ તત્વ કેમ્પસ ડ્રાઇવ માં જિલ્લાના કુલ ૩૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાંથી ૨૬ વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા છે ,પસંદગી પામેલા ૨૬ વિદ્યાર્થીઓમાંથી ૨૨ વિદ્યાર્થીઓ તત્વ ઇજનેરી કોલેજ, મોડાસાના હતા.
    કેમ્પસ ડ્રાઈવ માં પસંદગી પામેલા વિદ્યાર્થીઓ ની ફાઇનલ સેમેસ્ટરની પરીક્ષા હજુ બાકી છે ત્યારે આવા મોંઘવારી અને બેરોજગારી ના સમયમાં નોકરી મળવી તે સૌભાગ્યની વાત છે તેવુ તત્વ કોલેજના કેમ્પસ ડાયરેક્ટર શ્રી પ્રોફેસર જયદત્તસિંહ પુવારે જણાવ્યું હતું.
    પસંદગી પામેલા તમામ ઉમેદવારોને કેમ્પસ ડાયરેક્ટર શ્રી જયદત્તસિંહ પુવાર અને પ્રિન્સીપાલ શ્રી ડૉ. કિરણ દરજી એ અભિનંદન પાઠવ્યા હતા.
   ઉપરોક્ત કેમ્પસ ડ્રાઈવ નું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ તત્વ કોલેજ ના પ્લેસમેન્ટ ઓફિસર શ્રી પ્રૉ.હરેન્દ્ર સિંહ ચૌહાણનો તત્વ પરિવાર એ આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here