અરવલ્લીમાં ગણેશ ચતુર્થીને લઈને ઉત્સાહ, ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓથી ઉજવણી કરવામાં આવશે

મોડાસા, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-

અરવલ્લીના મોડાસામાં વર્ષોથી પ્રજાપતિ પરિવાર માટીની મૂર્તિઓ બનાવે છે, નારિયેળના રેસા અને માટી માંથી મૂર્તિઓ બનાવી પગભર થતાં પરિવારો

ગણેશ ચતુર્થીને લઈને ગુજરાત સાથે અરવલ્લી જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો ગણેશની ધામધૂમ પૂર્વક સ્થાપના કરવાની તૈયારીઓ કરી રહ્યા છે, જો કે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિથી પર્યાવરણને નુકશાન થાય છે તેને અટકાવીએ અને લોકો માટીના ગણપતિની સ્થાપના કરે.

અરવલ્લીના મોડાસામાં વર્ષોથી પ્રજાપતિ પરિવાર માટીની મૂર્તિઓ બનાવે છે, નારિયેળના રેસા અને માટી માંથી મૂર્તિઓ બનાવી રોજગારી પણ મેળવે છે.
માટીના ગણપતિ વિસર્જન બાદ સરળતાથી પાણીમાં ભળી જાય છે અને પર્યાવરણને પણ નુકશાન થતું નથી. ત્યારે અરવલ્લીના મોડાસામાં બે પરિવાર છેલ્લા અનેક વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવે છે. આ વર્ષે પણ તેઓએ 2-3 હજાર ગણપતિની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી છે.

આ પરિવારોના સભ્યો ગણપતિની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવાનું કામ કરે છે, આ વર્ષે પણ તેઓએ 2-3 હજાર જેટલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તૈયાર કરી છે. મોટાભાગે મૂર્તિઓનું વેચાણ થઇ ચૂક્યું છે.આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ માટે ખાસ માટીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહીં તેના પર એવા રંગોનો જ ઉપયોગ કરવામાં આવે છે જે પર્યાવરણ માટે નુકશાનકારક હોતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here