અણીયાદ ક્લસ્ટરના આચાર્યો શેરી શિક્ષણ અને હોમ લર્નિંગ સમીક્ષા બેઠક યોજાઈ

ઇમરાન પઠાણ, શહેરા

સી.આર.સી.કો.ઓર્ડીનેટર ભુપેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ અનિયાદ ક્લસ્ટરની તમામ શાળાના આચાર્યોની શૈક્ષણિક સમીક્ષા બેઠક બેઢા ફળિયા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી. બી.આર.સી.શહેરા ડૉ.કલ્પેશ આર.પરમાર ઉપસ્થિત રહી શેરી શિક્ષણ, હોમ લર્નિંગ, શૈક્ષણિક માર્ગદર્શન અને કોરોના વોરિયર્સ તરીકે કામગીરી કરતા ભુપેન્દ્રસિંહ સોલંકી, પગાર કેન્દ્ર આચાર્ય વિજયભાઈ પટેલ અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. બેઢા ફળીયા પ્રાથમિક શાળાના પોષક વિસ્તારમાં આવેલી શેરી શાળાની મુલાકત દરમિયાન મદદનીશ શિક્ષક કલ્પેશ પટેલ અને નિરુબેન પટેલ દ્વારા બાળકોને કેળા બિસ્કિટ વિતરણ કરવામાં આવ્યા હતા. ભુપેન્દ્રસિંહ દ્વારા તમામ આચાર્યોને દૈનિક નોંધ કામગીરીના રિપોર્ટ માટે ડાયરી વિતરણ કરવામાં આવી. શિક્ષણનું એક આદર્શ ઉદાહરણ જોવા મળ્યું. સમગ્ર મિટિંગ અને શેરી વર્ગમાં ચાલતા શિક્ષણ દરમિયાન કોવિડ – ૧૯ ની અદ્યતન ગાઈડલાઈનને અનુસરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here