એલસીબી પોલીસે કાલોલ તાલુકાના રાયણીયા ગામમાં જુગાર રમતા ૧૮ સામે ગુનો દાખલ કરી બે લાખ થી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસ ને બાતમી મળેલ કે કાલોલ તાલુકાના રાયણીયા ગામની સીમમાંથી પસાર થતા કોતરની ધસમા આવેલ ઝાડી ઝાંખરામાં નાનજીભાઈ જનાભાઈ નાયક તથા ભરતભાઈ ઉર્ફે ઢોલી ચીમાભાઈ નાયક કેટલાક માણસોને ભેગા કરી પાનના પત્તા થી પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રહ્યા છે જે આધારે એલસીબી પીઆઇ ડી.એન.ચુડાસમા એ પોલીસ સ્ટાફ સાથે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા કેટલાક ઇસમો પોલીસને જોઇને નાસભાગ કરવા લાગ્યા પોલીસે ચારે બાજુથી કોર્ડન કરી નાસ્તા પૈકી પાંચ ઈસમોને પકડી પાડેલા (૧) રાકેશ ભાઈ દેવાભાઈ વણઝારા ઉમરી ખેડા ફળિયુ સીમલયા તા. ઘોઘંબા (૨) ઐયુબ ઈબ્રાહીમ પડવા ધુસર રોડ વેજલપુર (૩) સુરેશકુમાર કરણસિંહ બારીયા જુના ખાખરીયા તા સાવલી (૪) સરવર સોકત ભાઈ સીદી કાદરી ફળીયા દેવગઢ બારીયા (૫). શંકરભાઈ સોમાભાઈ બજાણીયા બજાણીયા ફળિયા શનિયાડા તા ધોધંબા એમ પાંચ મો પોલીસના હાથે પકડાઈ ગયા હતા તેઓની અંગજડતી માં રૂ ૩૪,૯૦૦/ તથા દાવ પરના રૂ 3600/ મળી કુલ રૂ ૩૮,૫૦૦/ તથા ૫૨ પત્તાની કેટ તથા પાથરણું એક રૂ ૩૦૦/ જુદી જુદી કંપની મોટરસાયકલ નંગ ૮ જેની કિંમત રૂ ૧,૭૫,૦૦૦/ એમ કુલ મળીને રૂ ૨,૧૩,૫૦૦/ મુદ્દામાલ ઝડપી પાડી વેજલપુર પોલીસ મથક ફરિયાદ નોંધાવી હતી વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તાર મા થી આટલી મોટી સંખ્યામાં જુગાર રમાતો હતો જે જીલ્લા પોલીસે ઝડપી લેતા સ્થાનિક પોલીસ ની આબરૂ ના ધજાગરા ઉડ્યા છે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી થવાની શક્યતાઓ જણાઈ રહી છે.


એલસીબી પોલીસની જુગારની રેડમાં નાસી છુટેલા ઈસમોના નામ


એલસીબી પોલીસે કાલોલ ના રાયણીયા ખાતેથી જુગારની રેડમાં ઝડપી પાડેલા ઈસમો અને મુદ્દામાલ.
(૧) વિક્રમભાઈ કનુભાઈ વણજારા ઉમરી ખેડા સીમલયા તા ઘોઘંબા (૨) જશવંતભાઈ સતનારાયણ વણજારા મેઘાધરા સીમલયા તા ઘોઘંબા (૩) દિલીપભાઈ ભૂદરભાઈ વણઝારા ઉમરી ખેડા સીમલયા તા ઘોઘંબા (૪) ફિરદોશ ઈશા પાંડવા મીઠાકુવા પાસે વેજલપુર (૫) ફિરોઝ ઉર્ફે ટકો ઘડિયાળી નાના મોહલ્લા વેજલપુર (૬) ભરતભાઈ ઉર્ફે ઢોલી ચીમાભાઈ નાયક માલવણ કરોલી તા કાલોલ (૭) નાનજીભાઈ ધનાભાઈ નાયક રાયણીયા ગોજારીયા ફળિયુ રોયણ તા કાલોલ (૮) જીગ્નેશ ઉર્ફે ચકો નારસિંગ નીનામા નીચવાસ ફળિયું દેવગઢ બારીયા (૯) ભુરાભાઈ ભગાભાઈ પરમાર બસ સ્ટેન્ડ પાસે ગોલ્લાવ તા ગોધરા (૧૦) વિરેન્દ્રસિંહ ઉર્ફે કોયો જુવાન સિંહ પરમાર ચંપા ફળીયુ ગોલ્લાવ તા ગોધરા તથા બીજા ત્રણ મોટરસાયકલ ચાલકો એમ કુલ મળી ૧૩ ઈસમોને પકડવા ના બાકી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here