કાલોલ નગરમાં જાહેરનામાં વિરૂદ્ધ સોસીયલ ડિસ્ટન્સ જાળવ્યા વિના મટનની દુકાન ખોલતા ઈસમની ધરપકડ

કાલોલ,

પ્રતિનિધિ :- મુસ્તુફા મિરઝા

કોરોના વાઈરસ ના સંક્રમણ ને કારણે ભીડભાડ નિવારવા માટે જીલ્લા કલેક્ટર દ્વારાઆવશ્યક ચીજવસ્તુઓ સિવાય ની તમમ ચીજો ના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે અને કાલોલ પોલીસ જાહેરનામા ના અમલ માટે પેટ્રોલીંગ માં હતા ત્યારે રવિવારે સવારે કાલોલ ના સડક ફળીયા પાસે ઈલિયાસ ઉર્ફે મરઘાવાળા ઉંમર નાથા રે સડક ફળીયા, કચેરી રોડ પોતાની મટન ની દુકાન ખોલી સોસીયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર જ ગ્રાહકોને ઉભા રાખી વેપાર કરતો જોવા મળ્યો હતો પોલીસ ને જોઈ કેટલાક ગ્રાહકો નાસી ગયા હતા.પોલીસે દુકાન ખોલવા માટે ના પુરાવા રજૂ કરવા જણાવતા કોઈ પુરાવા રજૂ કરી શક્યા નહોતા તેથી એ.એસ.આઈ ભાવેશભાઈ એ પરવાનગી વગર દુકાન ખોલી ટોળું ભેગું કરી સોસિયલ ડિસ્ટન્સ નહિ જાળવી જીલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેરનામા નો ભંગ કરવા બદલ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here