ગોધરા તાલુકાના કોટડા ગામે હાઇવે રોડ ઉપરથી ટ્રકમાંથી પોસ ડોડાના જથ્થા તથા ઘઉંનો જથ્થા સાથે બે આરોપીઓને પકડી પાડતી પંચમહાલ એસ.ઓ.જી પોલીસ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

ટ્રકમાંથી પોસ ડોડાનો જથ્થો કુલ વજન ૧૧૪૮,૦૭ કિ.ગ્રા જેની કિં.રૂ।.૩૪,૪૪,૨૧૦ / – તથા ઘઉંનો જથ્થો વજન ૧૦,૮૦૦ કિ.ગ્રા જેની કિં.રૂા .૨,૧૬,૦૦૦ / – તથા ટ્રકની કિં.રૂા .૧૦,૦૦,૦૦૦ / – તથા મોબાઇલ ફોન -૦૧ કિ.રૂા .૩૦૦૦ / – મળી કુલ કિ.રૂ।.૪૬,૬૩,૯૮૦ / – ના મુદ્દામાલ ઝાડપયો

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ. ભરાડા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા તથા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાહેબ પંચમહાલ ગોધરા નાઓએ નાર્કોટીકસ ડ્રગ્સના દુષણને નેસ્તનાબુદ કરવા સારુ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે સુચના અને માર્ગદર્શન મુજબ શ્રી પી.એન. સિંહ પોલીસ સબ ઇન્સ્પેકટર રીડર શાખા ગોધરા નાઓને ખાનગી બાતમીદારથી બાતમી મળેલ જેની જાણ પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ.કે. ખાંટ એસ.ઓ.જી. શાખા નાઓને કરેલ કે … બાતમી : એક ટ્રક નંબર MH – 18 – AC – 1611 નો ગ્રે કલરની તાડપત્રી બાંધેલી ટ્રક નાર્કોટીક્સનો મુદ્દામાલ ભરેલ દાહોદ તરફથી અમદાવાદ તરફ પરવડી બાયપાસ વાળા રસ્તે થઇ પસાર થનાર છે . કરેલ કાર્યવાહી : ઉપરોકત બાતમી આધારે એસ.ઓ.જી. ગોધરાના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ.કે. ખાંટ તથા પો.સ.ઇ.શ્રી પી.એન. સિંહ રીડર શાખા તથા પો.સ.ઇ.શ્રી આર.એમ. મુધવા તથા પોલીસ સ્ટાફના માણસો તથા બે પંચો સાથે રાખી કોટડા ગામે હાઇવે રોડ ઉપર વોચમા હતા અને તે દરમ્યાન બાતમીવાળો ટ્રક નં . MH – 18 – AC – 1611 નો આવતા તેને રોકી તેમા બેઠેલ બન્ને ઇસમોના નામઠામ પુછતા ( ૧ ) કાસબરામ બાબુરામ જાંગુ ( બિશ્નોઇ ) રહે.ગુડા બિશ્નોઇ ચાંન તા.લુની જી.જોધપુર રાજસ્થાન તથા ( ૨ ) .દિલીપ જવતારામ ખિચર રહે.મોગરાકલા તા.લુની જી.જોધપુર રાજસ્થાન ના હોવાનુ જણાવેલ જેઓને સાથે રાખી ટ્રકની ઝડતી તપાસ કરતા ટ્રકમાંથી પોસ ડોડાની ગુણ -૫૪ જેનુ ચોખ્ખુ વજન ૧૧૪૮.૦૭ કિ.ગ્રા તથા ઘઉંની ગુણ -૨૭૦ જેનુ વજન ૧૦૮૦૦ કિ.ગ્રા નો જથ્થો ટ્રકમાંથી મળી આવેલ જેથી મળી આવેલ પોસ ડોડાના જથ્થાની કિં.રૂ।.૩૪,૪૪,૨૧૦ / – ની ગણી તથા ઘઉંની કિ.રૂા .૨,૧૬,૦૦૦ / – ની ગણી તથા ટ્રકની કિં.રૂા .૧૦,૦૦,૦૦૦ / – તથા મોબાઇલ ફોન -૦૧ કિ.રૂા .૩૦૦૦ / – તથા તાડપત્રીની કિં.રૂા . ૫૦૦ / – તથા રોકડ રૂપિયા ૨૭૦ / – મળી કુલ મુદ્દામાલ કિ.રૂ।.૪૬,૬૩,૯૮૦ / – નો તપાસ અર્થે કબ્જે લઈ સદરી બન્ને આરોપીઓ વિરુધ્ધમા NDPS એકટ કલમ ૧૫ , ૨૫ , ૨૯ મુજબ કાયદેસર કરવા સારૂ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે . પકડાયેલ આરોપી : ( ૧ ) કાસબરામ બાબુરામ જાંગુ રહે.ગુડા બિશ્નોઇ યાંન તા.લુની જી.જોધપુર રાજસ્થાન ( ૨ ) દિલીપ જવતારામ ખિચર રહે.મોગરાકલા તા.લુની જી.જોધપુર , રાજસ્થાન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here