વધુ વરસાદના કારણે કપાસના પાકને લાઇ ચિંતાતુર બનેલા ખેડૂતોની વ્હારે આવ્યા કૃષિ મંગલ કેન્દ્રના નિષ્ણાંત વિનયભાઈ પટેલ

ઈમ્તિયાઝ મેમણ, બોડેલી

છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે હાલમાં અનાધાર વરસાદ વરસવાથી કપાસના પાકમાં વિવિધ પ્રકારની જીવાતો પાન, ફૂલ અને ફળને નુકશાન પહોંચાડતી હોય છે જેના નિદાન માટે સંખેડા તાલુકાના ગોલાગામડી સ્થિત કૃષિ મંગલ કેન્દ્રના વિષય નિષ્ણાત વિનયભાઈ પટેલ ધ્વારા ખેડૂતોને કપાસમાં આવતી જીવાતો અને તેના નિયંત્રણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કૃષિ વિષય નિષ્ણાત વિનયભાઈ પટેલે ખેડૂતોને જણાવ્યું હતું કે છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેડૂતો દ્વારા કપાસનું વાવેતર કરવામાં આવે છે કપાસના વાવેતરના પ્રથમ તબક્કામાં બિયારણને દવાનો પટ્ટ આપીને વાવણી કરવામાં આવે તો ૪૦ દિવસ સુધી ફુગજન્ય રોગો સામે રક્ષણ મેળવી શકાય છે પાકના બીજા તબક્કામાં ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં ચુસીયા પ્રકારની જીવાતો મોલોમછી , તડતડિયા, મીલીબગ, સફેદમાખી, થ્રિપ્સ જે પાનને ચૂસીને પ્રકાશસસ્લેશનની પ્રક્રિયા પર અસર કરી પાનને સુકવી નાખે છે જેની અસર પાકના ઉત્પાદન પર પડે છે જેની સામે નિયંત્રણ માટે પાકમાં ચુસીયા પ્રકારની જીવાતનો એટેક ઓછો જોવા મળે તો જૈવિક પ્રકારની દવાનો ઉપયોગ કરવો જોઈએ જયારે પાકમાં વધુ પ્રમાણમાં એટેક આવ્યો હોય તો રાસાયણિક દવાનો ઉપયોગ કરી નિયંત્રણ લાવી શકાય છે આમ કપાસના પાકમાં સમયસર વિવિધ પ્રકારના રોગો સામે નિયંત્રણ લાવવામાં ન આવે તો તેની અસર સીધી ઉત્પાદન પર પડે છે આમ કપાસના પાકમાં વિવિધ જીવાતો સામે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વિષય નિષ્ણાત વિનયભાઈ પટેલે ખેડૂતોને પાકમાં સચોટ નિદાન સાથે રક્ષણ કરવા અંગે બીજી ઘરગથ્થુ ટિપ્સ પણ આપી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here