નસવાડી તાલુકાના વંકલા તથા સેંગપુર ગામે વિકસિત સંકલ્પ યાત્રા આવતા ધારાસભ્યએ સ્વાગત કર્યું

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વંકલા અને સેંગપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા જયારે તાલુકાનું વહીવટી તંત્ર દ્રારા સરકારની વિવિધ યોજનાઓના માહિતી આપીને ફોર્મ લોકોને ભરી આપવામાં આવ્યા હતા લોકોને સરકારી લાભો પણ અપાયા હતા આ યાત્રા નસવાડી તાલુકાની દરેક ગ્રામ પંચાયતમાં ફરશે
૧૧ નવેમ્બર જનનાયક બીરસા મુંડા જન્મ જયંતિ થી શરૂ થયેલ અને ૨૬ જાન્યુઆરી સુધી સમગ્ર દેશમાં યોજાનાર વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત યોજાઈ રહી છે ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વંકલા અને સેંગપુર યાત્રા આવી પહોંચી હતી,ધારાસભ્ય દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું ,આ કાર્યક્રમાં સરકાર શ્રી ની વિવિધ પ્રકારની પ્રજા લક્ષી યોજનાઓ સરકાર નાં વિવિધ વિભાગો દ્વારા ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો. જયારે સરકારની વિવિધ યોજનાઓ જેવીકે પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાઓ પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના,આયુષ્યમાન કાર્ડ યોજના તેમજ અન્ય સરકારી યોજનાઓમાં જે લોકો વંચિત રહી ગયેલ હોય તેવા લોકોને સ્થળ ઉપર ફોર્મ ભરાયા હતા જયારે મહિલાઓને ગેસ કનેક્શન, મહિલા વિધવા બહેનોને પેન્શનના ઓડર, ગરીબ લાભાર્થીઓને નવો રેશનકાર્ડ જેવા લાભો પણ સ્થળ ઉપર અપાયા હતા લોકોને સરકારી લાભ ઘર આંગણે મળતા લોકોમાં ખુશી પણ છવાઈ હતી આ યાત્રામાં નસવાડી તાલુકાના તમામ સરકારી તંત્ર હાજર રહ્યું હતું જયારે યાત્રામાં ધારાસભ્ય અભેસિંગ તડવી, તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ,નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન,તાલુકા પંચાયતના બધાકમાં સમિતિ ચેરમેન સિમીબેન ડું ભીલ, ન્યાય સમિતિ ચેરમેન રેખાબેન તડવી જિલ્લા મહામંત્રી ડી એફ પરમાર, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ચેતન મેવાસી,તેમજ તલાટી અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here