છોટાઉદેપુર:ચલામલી પંથકમાં કેળના પાકમાં સીકાટોંકા રોગ આવતા ખેડૂતોને ભારે નુકશાનની ભીતિ

ઈમ્તિયાઝ મેમણ,બોડેલી(છોટાઉદેપુર)


છોટાઉદેપુર જિલ્લા સહીત સમગ્ર રાજ્યમાં છેલ્લા ૨૨ દિવસથી વરસાદ અનાધાર વરસતા ખેડૂતોના મુખ્ય પાકોમાં ભારે નુકશાન થવા પામ્યું છે છોટાઉદેપુર જિલ્લામાં બાગાયત ખેતીમાં કેળના પાકનું વાવેતર જબુગામ, માંકણી, સંખેડા, ટીમ્બા, ભાટપુર, કોસીંદ્રા, ચલામલી, નવાટિમ્બરવા, મોડાસર, ચાચક જેવા ગામોમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે ચોમાસાની ઋતુમાં ગતવર્ષથી વરસાદે માઝા મૂકી છે ત્યારથી બાગાયતી પાકોમાં સતત વરસાદથી ફુગજન્ય રોગોએ દરેક પાકમાં મોટા પ્રમાણમાં માથું ઉચકતા પાકોને ભારે નુકશાન થવા પામ્યું છે કેળના પાકમાં ફુગજન્ય રોગ સીકાટોંકાથી જમીન મારફતે થડ સુધી અને થડથી ઉપર પાન ,ફળ સુધી પહોંચતા અકાળે પાન અને ફળ જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં જ પાકી જવાથી બઝારમાં તેનું વેચાણ થઇ શકતું ન હોવાથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળતા ભારે નુકશાની વેઠવાનો વારો આવે છે ખેતી વિષય નિષ્ણાતો આ સીકાટોંકા રોગ વિષે સાવચેતી અંગે જણાવતા કહી રહ્યા છે કે જે કેળના પાકમાં આ રોગ દેખાય તો પાનને કપાવી ખેતરની બહાર દૂર ફેંકી ખેતરમાં સફાઈ કરાવવી જોઈએ કેમ કે આ રોગ સતત પાણી ભરાવવાથી જમીનમાં ફુગજન્ય રોગોનો એટેક વધી જાય છે આ રોગ હવાથી ફેલાતો હોવાથી આજુબાજુમાં બીજા પાકોને પણ અંશતઃ અસર કરે છે તેથી જમીનમાં યુરિયા જેવા ખાતરોનો ઉપયોગ,પાકમાં પિયત ન આપવા આ રોગ સમય દરમિયાન ખેડૂતોએ કાળજી રાખવી જોઈએ સાથે સાથે પાકમાં ફુગજન્ય દવાઓનો પ્રમાણસર અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવા જણાવ્યું હતું આમ ખેડૂતોએ મહામહેનતે પકવેલ પાકનો કોળિયો મોં માં આવતા પહેલા જ છીનવાઈ ગયો છે તેમ જણાવી સરકાર અને વહીવટીતંત્ર પાસે સર્વે કરાવી સહાયની માંગણી કરી રહ્યા છે કેળના પાકમાં ફળ બેસવાના સમયે સીકાટોંકા રોગ આવતા ખેડૂતોને ભારે નુકશાન થયું છે કરીએ તો કરીએ કઈ ખેતી?તેમ ખેડૂતો પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે આમ ચલામલી પંથકમાં કેળમાં સીકાટોંકા રોગથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here