રાજપીપળા પાસેના કુંવરપરા ગ્રામપંચાયત દ્વારા 74 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

કોરોના વોરિયરસનુ સન્માન કરાયુ

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

આજ રોજ 74 માં સ્વતંત્રતા દિવસ 15 મી ઓગસ્ટ ના દિવસે કુંવરપુરા ગ્રામ પંચાયતમાં કોરોના વિશ્વ મહામારી જે સમગ્ર દુનિયા માં તેમજ દેશમાં જે દિવસે ને દિવસે વધી રહી છે જે ડોક્ટર શ્રી ઓ પોલીસ કર્મીઓ પ્રેસ મીડિયાના મિત્રો સફાઇ કર્મીઓ તેમજ દરેક પાર્ટીના હોદેદારશ્રીઓ અને વિવિધ સંગઠનો જે લોકો રાતદિવસ નિસ્વાર્થ ભાવે પોતાના જીવ પોતાના પરિવાર ને છોડીને દેશ અને પ્રજા માટે જે સેવા આપી રહ્યા છે અને જે લોકો આ સેવા આપતા મૃત્યુ પામ્યા છે તેવા લોકો માટે આજે અપરા ગ્રામ પંચાયત દ્વારા બે મિનિટનો મૌન રાખવામાં આવ્યો.


ત્યારબાદ psc સેન્ટર પર જે સેવા આપે છે એવા ડોક્ટર નર્સ અને ઇશ્વરીય બહેનો આગણવાડીની બહેનો નું સન્માન કરવામાં આવ્યું, અને ગ્રામ પંચાયતમાં જે વધારે શિક્ષણ મેળવ્યું હોય એવા વિદ્યાર્થીની મહિલા નું સ્વાગત કરવામાં આવ્યું તેમજ કુંવરપુરા ગ્રામ પંચાયતમાં કોરોના ને મહામારીને માત આપી અને પાછા પોતાના ઘરે પરત ફર્યા એવા સતિષભાઈ વસાવા નું સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો .

તસ્વીર

આ પ્રસંગે સરપંચ પરિષદ ના દક્ષિણ ઝોન પ્રમુખ નિરંજન વસાવા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here