શહેરા તાલુકાના એક ગામમા પાડોશી યુવકે રમતી બાળકીને પીંખી નાખતા પંથકમા ચકચાર

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના એક ગામમા પાડોશી યુવકે નાની માસુમ બાળકી ઉપર બળાત્કાર ગુજારતા શહેરા પંથકમા ચકચાર મચી જવા પામી છે.બાળકીના પરિવારજનોએ શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આરોપીને પકડી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં આવેલા ગામમા યુવકે માસુમ બાળાને પીખી નાખવાનો બનાવ બન્યો છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનૂસાર એક ગામના ફળીયામા રહેતા યુવકને ઘરે નાની માસુમ બાળા રમવા આવી હતી.
યુવકની અંદર એકાએક હવસનો કીડો સળવળતા તેને માસુમ બાળાને પીંખી નાખી હતી.ત્યારબાદ કિશોરીએ સમગ્ર વાતની જાણ તેની માતાને કરી હતી.ત્યારબાદ સમગ્ર વાત પતિને કરતા ફળીયાના રહીશોને કરી હતી.પણ કોઇ નિકાલ આવ્યો ન હતો.
ઘટનાનો કોઇ નિકાલ ના આવતા 4 તારીખના રોજ કિશોરીના માતા-પિતા દ્વારા શહેરા પોલીસનો દ્વાર ખટખટાવ્યો હતો. શહેરા પોલીસે આરોપી યુવાનને પકડી પાડી લોકઅપમાં ભેગો કર્યો હતો. જિલ્લા પોલીસ વડા ડો.લીનાબેન પાટીલ ને થતા તેઓએ તેમના દ્વારા તપાસ સી.પી.આઈ.પી.આઈ નકુમને સોંપીને તપાસ ધમધમાટ ચાલુ કરવામાંઆવ્યો છે. જિલ્લા પોલીસ વડા દ્વારા સ્થળ ચકાસણી કરી આરોપીને કડકમાં કડક સજા થાય તે માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી.હાલ આરોપી સામે 376 કલમ મુજબની કાર્યવાહી કરવામાં આવી છે. બનાવને લઇને સમગ્ર પંથકમાં આરોપી સામે ભારે ફિટકાર વ્યાપી ગયો છે. આરોપી સામે સખતમાં સખત સજા કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here