કાલોલ ધી.એમ.જી.એસ.અને શ્રીમતી સી.બી. ગર્લ્સ હાઈસ્કૂલમાં ૭૪માં સ્વાતંત્ર દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઇ…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ નગરમાં આવેલી શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત ધી.એમ. જી.એસ. હાઈસ્કૂલ તથા શ્રીમતી સી.બી‌. ગર્લ્સ હાઈસ્કૂલના પટાંગણમાં ૭૪માં સ્વાતંત્ર દિનની ઉજવણી ખુબજ ઉત્સાહભેર કરવામાં આવી હતી. પ્રથમવાર એવું બન્યું કે વિશ્વમાં અચાનક આવી પડેલ કોરોના નામની વૈશ્વિક મહામારીના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ પ્રત્યક્ષ હાજર ન હતા આ વૈશ્વિક કોરોના રૂપી મહામારીને લઇને આ વખતે ધ્વજવંદનના સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓ નહીં પરંતુ શાળાના આચાર્ય અને શાળાના શિક્ષકો દ્વારા ઉજવવામાં આવ્યો હતો. આ સ્વતંત્રયદિન નિમિત્તે કાર્યક્રમની શરૂઆત સવારે ૮:૪૫ ના સુમારે થઈ જેમાં ધી. એમ.જી.એસ. હાઇસ્કૂલમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે જયંતકુમાર આર.મહેતાના વરદહસ્તે ૯:૦૦ ના સુમારે તથા શ્રીમતી સી.બી. ગર્લ્સ હાઈસ્કૂલમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે વિરેન્દ્રકુમાર પી.મહેતા (પત્રકાર) ના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
સ્વતંત્રય દિન નિમિત્તે ઉપસ્થિત રહેનાર મહેમાનોનું સ્વાગત ધી.એમ.જી.એસ. હાઈસ્કૂલના આચાર્યા ડૉ. કે.પી.પટેલ અને ગર્લ્સ હાઈસ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય એન.પી.પટેલે કર્યું હતું આમ આ સમગ્ર કાર્યક્રમ ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો અંતમાં મુખ્ય અતિથિ અને કાલોલ કેળવણી પ્રચારક મંડળના મંત્રી વિરેન્દ્રકુમાર પી.મહેતા પોતાના વક્તવ્યમાં કાર્યક્રમમાં હાજર મહેમાનોનું તેમજ શાળાના સંચાલકો આચાર્ય અને શિક્ષકોનું આભાર વ્યક્ત કર્યો અને વક્તવ્યના અંતમાં વંદેમાતરમ્ અને જયહિન્દના નારા લગાવ્યા હતા અને તેની સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું॰

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here