દેડિયાપાડા ખાતે વડાપ્રધાનના જન્મદિવસની સેવા સપ્તાહ ઉજવણી નિમિત્તે બ્લડ કેમ્પ યોજાયો

યુવા મોરચા દ્વારા આયોજિત બ્લડ કેમ્પ માં 51 યુનિટ બ્લડ એકત્રિત કરાયુ

રાજપીપળા(નર્મદા), તા.18/09/2020
આશિક પઠાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ ના સપ્તાહ ને ભારતીય જનતા પાર્ટી એ પોતાના તમામ હોદ્દેદારો ને સેવા સપ્તાહ તરીકે ઉજવવાની સુચના અને માર્ગદર્શન આપેલ હોય આજરોજ નર્મદા જિલ્લા ના દેડિયાપાડા ખાતે ભાજપા યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું. સેવા સપ્તાહ ઉજવણી નિમિત્તે દેડિયાપાડા ખાતે ના બ્લડ ડોનેશન કેમ્પ મા ભાજપ ના કાર્યકરો સહિત ગ્રામજનો એ ઉત્સાહભેર રકતદાન કર્યુ હતુ અને સહુને રકતદાન એ મહાદાન નો સંદેશ આપ્યો હતો.રકતદાન શિબિરમાં કુલ 51 યુનિટ બ્લડ એકત્રિત કરાયું હતું.કોરોના ની મહામારી ચાલતી હોય ને આવા લોકો મા જાગૃતિ ફેલાવતાં રકતદાન શિબિરો ખુબજ અગત્યના હોવાનું તેમજ લોકો એ સ્વેચ્છાએ આગળ આવી રકતદાન કરવું જોઈએ નુ જીલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ શંકરભાઈ વસાવા એ જણાવ્યું હતું.

દેડિયાપાડા ખાતે યોજાયેલ રકતદાન શિબિર મા માજી વનમંત્રી મોતીસીગ વસાવા, યુવા મોરચા ના પ્રમુખ ચંદ્રકાંત લુહાર, જીલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ મનજીભાઈ વસાવા, શંકરભાઈ વસાવા , સાગબારા તાલુકા ભાજપા પ્રમુખમોતીભાઈ વસાવા, દેડિયાપાડા તાલુકા ભાજપા પ્રમુખ માનસીંગભાઈ વસાવા, હિતેષ દિવાલ વસાવા સહિત ના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને રકતદાન કર્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here