પંચમહાલ જીલ્લાના ડૉ. સેલ દ્વારા રોગ પ્રતિકારક શક્તિ વધારનાર ગોળીનું વિતરણ કરી વડાપ્રધાનના ૭૦ માં જન્મદિવસની ઉજવણી કરી

કાલોલ(પંચમહાલ), તા.18/09/2020
મુસ્તુફા મિરઝા

સમગ્ર ગુજરાતમાં ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં કાલોલ નગરપાલિકા પ્રાંગણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦ માં જન્મદિન નિમિત્તે પંચમહાલ જિલ્લા ભાજપ ડોક્ટર સેલ દ્વારા રોગ પ્રતિકાર શક્તિ વધારનાર ગોળીનું ૭૦ હજાર લોકોને વિતરણ કરી વડાપ્રધાન મોદીનો જન્મદિવસ ઉજવ્યો. જે કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા ભાજપ ડોક્ટર સેલ દ્વારા સેવાકીય કાર્ય થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦ માં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં આ કાર્યક્રમમાં કાલોલ ધારાસભ્ય સુમનબેન ચૌહાણ પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ,પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અને ડોક્ટર સેલના કન્વીનર ડોક્ટર યોગેશ પંડ્યા, ડોક્ટર પ્રકાશકુમાર ઠક્કર, કાલોલ નગરપાલિકાના પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય નગરપાલિકાના ઉપપ્રમુખ ગટાભાઇ કાછીયા સાથે શહેર સંગઠનના કાર્યકર્તાઓ અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here