૧૯૭૨ થી પછાત વર્ગ સાથે સંકળાયેલ ” ડભોઈ એક્શનએડ સંસ્થા દ્વારા મજૂર વર્ગને માર્ગદર્શન અપાયું…

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

સામાજિક અને ઈકોલોજીકલ ન્યાય માટે સદા કાર્યશીલ એક્શન એડ સંસ્થા ઈ.સ-૧૯૭૨ થી ભારતમાં સૌથી પછાત સમુદાયો સાથે સંકળાયેલ છે , સમર્થકો ,સમુદાયો , સંસ્થાઓ અને સરકાર સાથે મળીને બધા માટે સમાનતા, બંધુત્વ અને સ્વતંત્રતા માટે પ્રયત્નોશીલ છે , એક્શન એડ એસોસિએશન 24 રાજ્યો અને બે કેન્દ્રશાસીત પ્રદેશોમાં કાર્યરત છે. જેમાં ગુજરાતમાં વડોદરા જીલ્લાના ડભોઇ, શિનોર, અને વડોદરા તાલુકાના ૩૫ ગામોમાં છેલ્લા બે વર્ષથી સૌથી પછાત સમુદાયો સાથે સંકલન સાધિ ઉત્તમ કાર્ય કરે છે.સાથે વંચિત સમુદાયના લોકોને રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે સાચી અને પુરતી જાણકારી ન હોવાના કારણે તેઓ સરકારી યોજનાઓના લાભથી વંચિત રહી જાય છે માટે વંચિત સમુદાયના લોકોને સરકારની વિભિન્ન યોજનાઓ અંગે જાગૃતકરવા અને તેના લાભ મેળવવામાં પડતી મુશ્કેલીઓને દુર કરી તેમને તેના લાભ અપાવવા એક્શન એડ સંસ્થા દ્વારા રાષ્ટ્રીય સ્તર પર “સામાજિક સુરક્ષા અને રોજગાર અભિયાન” ચલાવી રહી છે જેમાં મુખ્યત્વે સામાજિક સુરક્ષાને લગતી બધી જ યોજનાઓ, આવાસ અને આજીવિકાને લગતી યોજનાઓ ઉપરાંત ભારત સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ ઈ શ્રમ પોર્ટલ અને ઈ નિર્માણ, BOCW (Gujarat Building and other construction Worker’s) માં અસંગઠિત કામદારો ના રજીસ્ટ્રેશન કરાવવાનું કામ આ અભિયાન અંતર્ગત થઇ રહ્યું છે. આ અભિયાન ગુજરાતના વિભિન્ન જિલ્લાઓમાં ચાલી રહ્યું છે જેના ભાગરૂપે વડોદરા જીલ્લાના ડભોઇ અને શિનોર તાલુકામાં આ અભિયાન અંતર્ગત ગામડાઓમાં અને મજુર ના કાર્ય સ્થળ પર જઈ લોકો ને સરકારી યોજનાઓ અંગે જાગૃત કરવા ઉપરાંત તેમનું ઈ શ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવા ઉપરાંત નરેગા કાયદા અંતર્ગત કામ માંગવાનું કામ અને માર્ગદર્શન એક્શનએડ સંસ્થા સરાહનીય કામગીરી કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here