પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે 24મી ઓક્ટોબરના રોજ મેગા લીગલ સર્વિસ કેમ્પનું આયોજન…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત પાન ઈન્ડિયા અવેરનેસ એન્ડ આઉટરીચ કેમ્પેઈન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે 24મી ઓક્ટોબરના રોજ મેગા લીગલ સર્વિસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10.00 કલાકે પોલિસ હેડક્વાર્ટર, ગોધરા ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની વિનામૂલ્યે અને સક્ષમ કાનૂની સહાય તેમજ વિક્ટીમ કોમ્પનશેસન, કાનૂની માર્ગદર્શન પૂરા પાડવામાં આવશે તેમજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ સેવાઓ જેવી કે ઉજ્જવલા યોજના, વૃદ્ધ સહાય, વય વંદના સહાય, વિધવા સહાય, સંકટ મોચન સહાય, આવાસ યોજના, વ્હાલી દિકરી યોજના, મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, આરોગ્ય કચેરીની વિવિધ યોજનાઓ, કુંવરબાઈનું મામેરૂ, કેદી સહાય યોજના, ટ્રેક્ટર સહાય યોજના, પંડિત દિન દયાલ આવાસ યોજના, પાલક માતા પિતા યોજના સહિતની વિવિધ વિભાગોને લગતી યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવશે તેમજ આ યોજનાઓ સંબંધિત માહિતી પણ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિશ્રી એ.પી. ઠાકર, ગુજરાત હાઈકોર્ટ અને એડમીનીસ્ટ્રેટિવ જજ, પંચમહાલ જિલ્લા, મુખ્ય જિલ્લા ન્યાયાધીશશ્રી જે.આર. શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here