સિધ્ધપુર નગરપાલિકા અને વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે દરબારગઢ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિધ્ધપુર નગરપાલિકાના વોર્ડ નંબર ૪/૫ અને ૯ ના રહીશો માટે વહીવટીતંત્ર અને નગરપાલિકાના સૈયુકત ઉપક્રમે સેવા સેતુ કાર્યક્રમ ઐતિહાસિક મંડીબજર સ્થિત દરબારગઢ કન્યા શાળા નંબર ૨ ખાતે યોજાયો હતો.આ કાર્યક્રમમાં વોર્ડના નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો સ્થળ ઉપરજ લાભ આપવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં લગભગ ૧૩૫૬થી વધુ લાભાર્થીઓને લાભ અપાયો હતો જેમાં આવકના દાખલા ૧૬૦,પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ ૫૯, આધારકાર્ડ ૩૯,નવા રાશન કાર્ડ ૨૮,નામ કમી ૨,રાસન કાર્ડ નામ સુધારણા ૫,કિમીલેયર સર્ટી ૧,કોવિડ રશિકરણ ૬૫,વનવિભાગ દ્વારા છોડ વિતરણ ૫૫૦ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા ૧૨૫ જેટલા દર્દીઓને સ્થળ ઉપર તપાસ કરી દવા આપી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તદુપરાંત બીજી અનેક લાભકારક યોજનાઓનો જ્યાં શક્ય હોય ત્યાં સ્થળ ઉપરજ અથવા અધૂરા દસ્તાવેજો વાળા લાભાર્થીઓને વિવિધ કચેરીએથી બે-ત્રણ દિવસમાં કરવામાં આવનાર છે આ કાર્યક્રમમાં મામલતદાર કનકસિંહ ગોહિલ, સીઓ જીતેન્દ્રભાઇ પટેલ,નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કૃપાબેન આચાર્ય,ઉપપ્રમુખ નારીભાઈ આસનાણી,કારોબારી સમિતી ચેરમેન ધર્મેન્દ્રભાઇ ઠાકર,રશ્મિનભાઈ દવે( ચેરમેને આયોજન કમિટી),બાંધકામ સમિતી ચેરમેન કપિલભાઇ પાધ્યા,લાઈટ કમિટી ચેરમેન મીનાબેન પ્રજાપતિ,મ્યુ.સદસ્યો ભાવનાબેન ઠાકોર,અલ્કાબેન પ્રજાપતિ,વર્ષાબેન દવે,વર્ષાબેન પંડ્યા તેમજ આ વિસ્તારના જાગૃત અને લોકપ્રિય કોર્પોરેટર ચિરાગભાઇ શુકલની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યો હતો.આ સેવાસેતુના કાર્યક્રમમાં પાલિકાના ઓએસ કમલેશભાઈ દવે, ટેક્ષ સુપ્રિટેન્ડન્ટ દુષ્યંતભાઈ ઠાકર,મામલતદાર કચેરી,આરોગ્ય વિભાગ,નગરપાલિકા સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ હાજર રહી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here