સુશાસન સપ્તાહ ઉજવણી અંતર્ગત આવતીકાલે ગોધરા ખાતે મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાશે

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત કાર્યક્રમનું આયોજન

રાજ્યભરમાં ૨૫મી ડિસેમ્બરથી ૩૧મી ડિસેમ્બરનાં સપ્તાહની ઉજવણી સુશાસન સપ્તાહ તરીકે કરવામાં આવી રહી છે, જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં આવતીકાલે સવારે ૧૦.૦૦ કલાકે સરદાર નગરખંડ, ગોધરા ખાતે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુટીર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ, વન પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી (રાજ્યકક્ષા) શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અધ્યક્ષપદે ઉપસ્થિત રહેશે. અતિથીવિશેષ પદે વિધાનસભા ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઇ ભરવાડ, પંચમહાલ જિલ્લા સાંસદશ્રી રતનસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખસુશ્રી કામિનીબેન સોલંકી, ગોધરાનાં ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી, હાલોલનાં ધારાસભ્યશ્રી જયદ્રથસિંહ પરમાર, કાલોલનાં ધારાસભ્યસુશ્રી સુમનબેન ચૌહાણ ઉપસ્થિત રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here