સિદ્ધપુર : ૪૪.૪૦ કરોડ ના ખચે પાંચ વર્ષે તૈયાર થયેલ.. ખળી ચાર રસ્તાનો નવીન રેલ્વે ઓવરબ્રિજ ઉદ્ધાટન પહેલા જ વિવાદમાં સપડાયો

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાને ન્યાય નહીં મળે તો ઓવરબ્રિજનુ ઉદ્ધાટન નહીં કરવા દેવાની ચીમકી અપાતા તંત્ર એક સાંધે ત્યાં તેર તૂટે જેવી વિકટ પરીસ્થિતિમાં મુકાયું..!!

પાટણ જિલ્લાનાં સિદ્ધપુર નજીક ખળી ચાર રસ્તા પાસે રાજ્ય સરકાર અને રેલ્વે મંત્રાલયની હિસ્સેદારી થી ૪૪.૪૦ કરોડના ખર્ચે પાંચ વર્ષે તૈયાર થયેલ ૧૧૧૦.૮૫ મી.લંબાઈ તેમજ ૧૬.૮૦ મી. પહોળાઈ ધરાવતો ચાર માર્ગીય રેલ્વે ઓવરબ્રિજ તેના ઉદ્ઘાટન પહેલા જ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે થયેલ અકસ્માતના કારણે ડખે ચડી જતા વિવાદોમાં સપડાઈ જવા પામ્યો છે.આ બ્રિજનું આવતીકાલે માર્ગમકાન અને વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે સાંસદ ભરતસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં સવારે ૯/૩૦ કલાકે લોકાર્પણ થવાનું છે. આ રેલ્વે ઓવર બ્રિજનું લોકાર્પણ કરવાનું હજુ બાકી હોવા છતાંય તંત્રની લાપરવાહીના લીધે વાહનચાલકોએ જાણે જાતે જ તેને ખુલ્લો મૂકી દીધો હોય તેમ વાહન અવર-જવર ચાલુ કરી દીધી છે.! આમ છતાંય વહીવટીતંત્ર આવા વાહન ચાલકો સામે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે.તંત્રની લીલીઝંડી વગર વાહન વ્યવહાર માટે ખુલ્લો કરી દેવાયેલ આ બ્રિજ ઉપર અકસ્માતની ભીતિ સતત સેવાઈ રહી છે.હજુ તો આ બ્રિજ વિધિવત ખુલ્લો મુકાયો નથી ત્યાં ગતરાત્રી ના સુમારે ઓવરબ્રિજ ઉપર અકસ્માત સજાયો હોવાની ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.આ સર્જાયેલ અકસ્માતમાં એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતાં બિલિયા ગ્રામજનો દ્વારા કોન્ટ્રાક્ટર સામે રોષ વ્યક્ત કરી ઈજાગ્રસ્ત મહિલાને ન્યાય નહીં મળે તો નવીન રેલ્વે ઓવરબ્રિજનું ઉદ્ધાટન નહીં કરવા દેવાય તેવી ચિમકી આપતા તંત્ર હરકતમાં આવી દોડતું થઈ ગયું છે. આ અકસ્માતની મળતી હકીકત મુજબ આ નવિન ઓવરબ્રિજની કામગીરી મોટાભાગે પૂર્ણ કરી દેવામાં આવી છે અને તેનું આવતીકાલે લોકાર્પણ થનાર છે ત્યારે આ નવિન ઓવરબ્રિજ તૈયાર કરનાર કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારની સુચનાઓ કે રેડિયમ લાઈટ લગાવ્યા વિના ઓવરબ્રિજના રસ્તા પર પથ્થર મુકી દેતા ગત રાત્રીના સુમારે માર્ગ પરથી પસાર થતા ઈકો કારના ચાલકે અંધારાંમાં માર્ગ પર કોન્ટ્રાક્ટર દ્વારા આડાસ માટે મુકવામાં આવેલ પથ્થરો નહીં દેખાતાં ઈકો કાર પથ્થર સાથે ધડાકાભેર અથડાઈ ડિવાઈડર પર ચડી જતાં કારમાં બેઠેલ એક મહિલાને ગંભીર ઈજા ઓ થવા પામી હતી.બાદમાં ઈજાગ્રસ્ત મહિલાને ૧૦૮ દ્વારા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.આમ,આ નવનિર્મિત ઓવરબ્રિજની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને લઈને સર્જાયેલ અકસ્માતનાં કારણે બિલીયાના ગ્રામજનોમાં કોન્ટ્રાક્ટરે સામે ભારે રોષ ભભુકી ઉઠયો છે.બિલિયા ગામનાં પૂર્વસરપંચ દિલીપ પટેલએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી ઈજાગ્રસ્ત મહિલાને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ નવીન રેલ્વે ઓવરબ્રિજનુ ઉદ્ધાટન કરવા દેવામા આવશે નહિ.. હવે જોવાનું એ છે કે આવતીકાલે ઘી ના ઠામ માં ઘી પડે છે કે પછી આ વિવાદ વધુ વકરે છે.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here