ગળતેશ્વર તાલુકાના મુખ્ય મથક એવા સેવાલિયા ગામમાં રામાપીર મંદિર, દરિયાઈ સોસાયટી અને હુસૈની સોસાયટીમાં બેફામ ગંદકીના ગંજ…

સેવાલિયા,(ખેડા)
આસિફ વોહરા

ગળતેશ્વર તાલુકાના મુખ્ય મથક એવા સેવાલિયા ગામમાં ગ્રામ પંચાયતના અંધેર વહીવટને કારણે ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય જામી ગયું છે. કોરોના મહામારીથી ચિંતિત ગ્રામ્યજનોએ અનેક વખતે ગ્રામ પંચાયતના બારણા ખખડાવ્યા તેમછતાં પંચાયતી તંત્ર આંખ આડા કાન કરી બેઠું છે.

પ્રવર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ સહીત ભારતમાં પણ માનવભક્ષી એવા કોરોના વાયરસે કોહરામ મચાવી દીધો છે દેશના ખૂણે-ખૂણામાં રોજે-રોજ કોરોના સંક્રમીતોના કેસો સામે આવી રહ્યા છે અને ગુજરાત રાજ્યમાં તો કોરોનાનો કહેર ચરમસીમાએ પહોંચી ગયો છે. જેને ધ્યાનમાં લઇ રાજ્યની પારદર્શક સરકારે છેવાડાના ગામડાઓ સુધી સાફ-સફાઈ તેમજ ગલી,મોહલ્લા અને બજારોને સેનેટાઈઝ કરવાની અલગથી ગ્રાન્ટ ફાળવી આપી છે. તેમછતાં ગળતેશ્વર તાલુકાના સેવાલિયા ગામમાં કચરાના ઢગલાઓ સહીત ગંદા પાણીની ગટરો રસ્તા પર નદીની જેમ વહી રહી છે.

સેવાલિયા ગામના રામાપીર મંદિર, દરિયાઈ સોસાયટી અને હુસૈની સોસાયટીમાં બેફામ ગંદકીના ગંજ ઉભરાયા છે જેને લઈને ગામના લોકોમાં ચિંતાનો વિષય ઉભો થયો છે એક તરફ કોરોનાનો પ્રકોપ અને બીજી બાજુ ગ્રામ પંચાયતના પાપે જીવ-જંતુઓનો ઉપદ્રવ રહીશો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે, થોડા દિવસ અગાઉ સેવાલિયા ગામમાં પણ એક વ્યક્તિને કોરોના પોઝિટીવ હોવાનો કેસ સામે આવ્યો છે તેમછતાં ગ્રામ પંચાયતના સંચાલકો કોઈ મોટી મુસીબતની રાહ જોતા હોય એમ હાથ પર હાથ મુકીને મૂક પ્રેક્ષકની જેમ તમાસો જોયા કરે છે જો આવનાર સમયમાં ગામમાં સાફ-સફાઈ અને આરોગ્ય બાબતે તકેદારી રાખવામાં નહીં આવે તો ગ્રામ્યજનોને ગંભીર રોગચાળાનો સામનો કરવાનો વારો આવે એમ છે. હવે જોવું રહ્યું કે કુંભકરણની નિંદ્રામાં આરામ ફરમાવી રહેલું પંચાયતી તંત્ર ક્યારે અને કેટલા સમયમાં જાગે છે.

રામાપીર મંદિર દરિયાઈ સોસાયટી હુસૈની સોસાયટી અને PW દિવાલ પાસે બેફામ ગંદકી કોરોના ની મહામારી ને લય સરકાર શેહરો ગામડા સેનેટાઈઝર કરાવી રહી છે અને ગ્રામ પંચાયત નુ તંત્ર આડા હાથ કરી બેઠોછે ગટર નાણા નિકબનાવા મા ફડવાયેલી
૭ લાખ ની ગાર્નટ ફાળવેલ અનુસાર એક પણ રૂપિયાનું કામ કરવામાં આવેલ નથી અને આવી ગણી બધી ગ્રાન્ટ બેફામ રીતે ખવાય ગયેલ છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here