અટેરા બોર્ડરના જવાનોનું ડભોઇ સિનોર ચોકડી ખાતે સ્વાગત કરાયું

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ સિનોર ચોકડી ખાતે એકતા અને સાંતી નો સંદેશ લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા ભારત પાકિસ્તાન અટેરા બોર્ડરના 40 જવાનોનું ડભોઇના સામાજિક આગેવાનો પોલીસ પરિવાર તેમજ મીડિયા પરિવાર દ્વારા ફૂલહાર અને પુષ્પગુચ્છ આપી ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું.

સાથે ડભોઇ પીઆઇ એસ જે વાઘેલા જણાવ્યું હતું કે જ્યારે અટેરા બોર્ડરના 40 જવાનો મોટર બાઇકો લઈને પુરી યુનિટ અને સેક્ટર સાથે એકતા અને શાંતિ નું સંદેશ લઈ જતા દેશ માટે લડતા લડવૈયાઓનું સ્વાગત કરી સન્માન કરવું અને તેઓનો ઉત્સાહ અને મક્કમતા વધારી તેઓનો સહકાર આપવો એ પોલીસ પરિવાર અને સામાજિક આગેવાનોની નૈતિક ફરજ છે.
જ્યારે અટેરા બોર્ડરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા બીએસએફના જવાનો દ્વારા ડભોઇ સિનોર ચોકડી ખાતે પાંચ મિનિટ નો સમય ફાળવી એકતા અને શાંતિનો સરસ સંદેશ અપાતા ડભોઇ પોલીસ પરિવાર તેમજ સામાજિક આગેવાનો દ્વારા બીએસએફના જવાનો નું આભાર વ્યક્ત કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here